ગુજરાત
કોઠારીયા રોડ પર મહીલાને બે શખ્સોએ ધોકાથી ફટકારી


કોઠારીયા રોડ પર ભુતનાથ મંદિર સામે મફતીયાપરામાં રહેતા રૂખીબેન લલ્લુભાઈ તુવરીયા (ઉ.વ.50) ગત રોજ પોતાના ઘર પાસે હતાં ત્યારે ધસી આવેલા સંજય અને મહિપત નામના શખ્સોએ કોઈ કારણથી ઝઘડો કર્યો હતો.જે બાદ ઉશ્કેરાયા બંન્ને શખ્સોએ મહીલાને તેને પાસે રહેલ ધોકાથી ફટકાવીને ત્યાંથી નાશી છુટયા હતા.જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્તને તાત્કાલીક સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા સ્ટાફે હુમલાખોરોની શોધખોળ આદરી હતી.