અમરેલી લેટરકાંડ : કોંગ્રેસ નેતાનો પાટીદાર દિકરીનું મનોબળ તોડવાનો આક્ષેપ


અમરેલી, 22 માર્ચ : અમરેલી લેટરકાંડ ફરી ગાજ્યો છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં ગૃહ રાજ્યમંત્રીએ આપેલા નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, દિકરીને ન્યાય અપાવવાની જગ્યાએ મનોબળ તોડાયું છે. ગૃહમંત્રીએ સમગ્ર ઘટનાને એક ષડયંત્ર ગણાવ્યું છે. પાયલ ગોટીને નિષ્પક્ષ તપાસ કરીને ન્યાય અપાવાય તેવી માંગ કરી છે.
કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. રાજ્ય ગૃહમંત્રીના વિધાનસભા આપેલ નિવેદન અંગે પત્ર લખ્યો છે. પ્રતાપ દુધાતે કહ્યું કે, લેટર કાંડ મુદ્દે દિકરીને ન્યાય અપાવવાના બદલે મોરલ ડાઉન કરાયું છે. પચોર નો ભાઈ માસિયાઈ ચોરથ જેવી સ્થિતિનું નિર્માણ ગૃહ મંત્રીએ આપેલા નિવેદનમાં કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કરે છે.
ગૃહમંત્રીએ આપેલા નિવેદન કૌશિક વેકરીયાને ફસાવવાનું ષડયંત્ર હોય તો, ગુજરાત અને અમરેલીની જનતાના સવાલ છે કે, ષડયંત્ર કોણે રચ્યું? ક્યાં રચાયું? ષડયંત્ર રચનાર કોણ? પ્રતાપ દૂધાતે કહ્યું કે, તમામના નાર્કોટેસ્ટ થવા જોઈએ. ગૃહમંત્રી નિવેદન કરે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો શા માટે કોઈની સામે કાર્યવાહી નહીં કરવામાં આવી?
પ્રકરણમાં ચિઠ્ઠીના ચાકર જેવા કર્મચારીઓને માત્ર સસ્પેન્ડ કરાયા છે. એફએસએલ રિપોર્ટ શા માટે જાહેર કરવામાં આવ્યો નથી. કરેલી કાર્યવાહી અંગેનું શ્વેત પત્ર બહાર પાડવામાં આવે. ઘોડાને લીલા ચશ્મા પહેરાવીને સૂકા ઘાસ અને લીંબુ બતાવવાના પ્રયત્નો ગુજરાતના ડીજીપી મારફત ગુજરાત કરવામાં આવી રહ્યાં છે.
તેમણે આક્ષેપ લગાવ્યા કે, ગૃહમંત્રીના રાજમાં ગુજરાતમાં બળાત્કારના બનાવો બને છે, બહેન દિકરીઓ સલામત નથી. જે લોકો પર આક્ષેપ થયા છે એના તમામના નાર્કોટેસ્ટ થવા જોઈએ. અમે જુઠ્ઠા હોઈએ તો અમારો પણ નાર્કોટેસ્ટ થવો જોઈએ. મોટી માછલીઓને છાવરવામાં નહીં આવે. પાયલ ગોટીને નિષ્પક્ષ રીતે ન્યાય અપાવવા વિનંતી છે.
આ પણ વાંચો :- મિલકત નોંધણીમાં થતી છેતરપિંડી રોકવા સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી આ કરવું ફરજિયાત