કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમરેલી લેટરપેડ કાંડ મુદ્દે પરેશ ધાનાણીનો સળગતો સવાલ

અમરેલી, તા.3 જાન્યુઆરી, 2025: અમરેલી બોગસ લેટરપેડ કાંડ મુદ્દે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે કૉંગ્રેસે અવાજ ઉઠાવતાં રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે ભાજપ બચાવ પક્ષમાં આવી ગયું છે. કૉંગ્રેસના નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ આ મુદ્દે વિપક્ષને ચાબખાં માર્યા છે.

પૂર્વ વિપક્ષ નેતાએ પોતાના અંદાજમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સળગતા સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પર આ અંગે અનેક પોસ્ટ કરી છે.

જિલ્લા કૉગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત દ્વારા મુખ્યપ્રધાન અને ખોડલ ધામના આગેવાનોને સંબોધીને પત્ર લખતા વિવાદ વકર્યો હતો. આ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, અમરેલી જિલ્લામાં લેટરકાંડ મામલે પટેલ સમાજની દીકરીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું છે.

શું છે મામલો

ગત સપ્તાહે સોશિયલ મીડિયામાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના નામે એક લેટર ફરતો થયો હતો. આ પત્ર અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટરપેડ પર લખાયો હતો અને તેમની સહી હતી. લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા લાખો રૂપિયાના હપ્તા ઉઘરાવતા હોવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.

લેટર વાયરલ થતાં જ રાજકીય ખળભળાટ મચ્યો હતો. સ્થાનિક લેવલ પર વાયરલ કરતાં પહેલાં આ લેટરની કોપી દિલ્હી-ગાંધીનગર પણ મોકલવામાં આવી હતી.. જેના નામે લેટર લખાયો હતો એ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ પોતે લેટર ન લખ્યાનું અને આ એક કાવતરું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ વિજય રૂપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી,જાણો વિગત

Back to top button