અમરેલીમાં હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં મોતિયાના ઓપરેશન બાદ 15 જેટવા દર્દીઓ આંખની રોશની ગુમાવી છે. તથા ઘટના બાદ દર્દીઓને અન્ય શહેરોમાં સારવાર માટે ખસેડાયા છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ આવ્યા છે. તથા બાકીના દર્દીઓ રાજકોટ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ પણ વાંચો: ગુજરાત: સપ્તાહમાં બાકી રહેલા MLAની શપથવિધિ થશે, વિધાનસભાના અધ્યક્ષપદે આ નેતા નક્કી થયા
હોસ્પિટલ સ્ટાફ સહીત આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ દોડતા થયા
ઉલ્લેખનીય છે કે અમરેલીમાં શાંતા બા જનરલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અમરેલીમાં આવેલી શાંતા બા જનરલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 15 જેટલા દર્દીઓએ આંખોની રોશની ગુમાવી હોવાનું સામે આવ્યું છે. આ અંગેની માહિતીઓ પ્રાપ્ત થતા હોસ્પિટલ સ્ટાફ સહીત આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ દોડતા થયા હતા.
આ પણ વાંચો: 2023 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નહી યોજાય, જાણો શું છે કારણ
દર્દીઓને રાજકોટ અને ભાવનગર ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા
અમરેલીની શાંતા બા જનરલ હોસ્પીટલમાં 15 જેટલા દર્દીઓએ આંખોનું મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ મોતિયાના ઓપરેશન દરમિયાન હોસ્પિટલ સ્ટાફની ગંભીર બેદરકારીને લીધે 15 જેટલા દર્દીઓને આડ અસરએ લીધે આંખોની રોશની ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ અસરગ્રસ્ત દર્દીઓને અન્ય શહેરોની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં 4 દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેટલાક દર્દીઓને રાજકોટ અને ભાવનગર ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા છે.