ગુજરાત

અમરેલી: ભારે વરસાદના કારણે રોડ તથા ટ્રેન વ્યવહાર બંધ, લોકોને હાલાકી

  • ટ્રેક પર પાણીનો ભરાવો થવાના કારણે ટ્રેન વ્યવહાર બંધ
  • લીલીયા અને દામનગર વચ્ચે ટ્રેકનું ધોવાણ થઈ ગયું છે
  • મુસાફરો ન થવાના કારણે 72 ટ્રીપો બંધ કરવામાં આવી

અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણી ભરતા ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તેમજ અમરેલી બગસરા રોડ બંધ થતા એસટીના વ્યવહારને અસર થઇ છે. તથા મહુવા, સુરત, જૂનાગઢ, વેરાવળ રુટની ટ્રેનો રદ્દ કરાઈ છે. બીજા દિવસથી તમામ ટ્રેન વ્યવહાર પૂર્વવત થવાની શક્યતા છે.

આ પણ વાંચો: અમદાવામાં ઘઉં, કઠોળ અને લીલા શાકભાજીના ભાવ વધ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે 

ટ્રેક પર પાણીનો ભરાવો થવાના કારણે ટ્રેન વ્યવહાર બંધ

અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે રોડ તથા ટ્રેનના ટ્રેક પર પાણીનો ભરાવો થવાના કારણે ટ્રેન વ્યવહાર બંધ થઈ ગયો છે અને એસટીને પણ અસર પહોચી છે. જો કે પાણી ઊતરતાની સાથે જ બીજા દિવસથી તમામ ટ્રેન વ્યવહાર પૂર્વવત થઈ જાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની દ્વિસ્તરીય પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ

લીલીયા અને દામનગર વચ્ચે ટ્રેકનું ધોવાણ થઈ ગયું છે

જિલ્લામાં બે દિવસથી સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે લીલીયા અને દામનગર વચ્ચે ટ્રેકનું ધોવાણ થઈ ગયું છે. આ ઉપરાંત અમરેલી ધારીને જોડતા ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે અમરેલી જિલ્લામાંથી પસાર થતી મહુવા સુરત ટ્રેન, અમરેલી વેરાવળ તથા જૂનાગઢને જોડતી તમામ ટ્રેન ગઇકાલના રોજ બંધ રાખવામાં આવી હતી અને પાણી ઊતર્યા બાદ બીજા દિવસથી ટ્રેન વ્યવહાર પૂર્વવત થાય તેવી શક્યતા છે. જો વરસાદ રહે તો આજે પણ ટ્રેન વ્યવહારને અસર પહોચી શકે તેમ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદથી ડેમ ઓવરફલો, જાણો કેટલી થઇ નવા નીરની આવક 

મુસાફરોનું પ્રમાણ ઘટવાના કારણે એસટીના વ્યવહારને પણ અસર

બીજી તરફ ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાતા તેમજ મુસાફરોનું પ્રમાણ ઘટવાના કારણે એસટીના વ્યવહારને પણ અસર થઈ છે. અમરેલીથી બગસરાને જોડતા મુખ્ય રોડ પર પાણીયા ગામ પાસે ભારે વરસાદના કારણે પાણીનો ભરાવો થઈ જતા અમરેલી બગસરા રોડ બંધ થઈ ગયો છે જેના કારણે આ રુટની બસો આ રોડ પરથી ચાલતી બંધ થઈ હતી. વરસાદના કારણે એસટી વ્યવહારને આંશિક અસર થઈ છે. બગસરા રોડ બંધ થવાના કારણે તથા અમુકમાં મુસાફરો ન થવાના કારણે 72 ટ્રીપો બંધ કરવામાં આવી હતી.

Back to top button