અમરેલી : ધારી ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજયમંત્રી આર.સી.મકવાણાની હાજરીમાં સંપન્ન


અમરેલી ખાતે આજે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રી આર.સી.મકવાણાએ ધારી ખાતે તિરંગો ફરકાવી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા હતા. મંત્રી મકવાણાએ પરેડ નિરીક્ષણ કર્યુ હતુ. મંત્રી મકવાણાએ સ્વાતંત્ર્ય સેનાનીઓને સૂતરની આંટી પહેરાવી સન્માનિત કર્યા હતા. મંત્રી મકવાણાએ કલેકટર ગૌરાંગ મકવાણાને જિલ્લામાં વિકાસકાર્યો માટે રુ.૨૫ લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો. આ તકે જિલ્લા પ્રભારી મંત્રી આર.સી.મકવાણાએ જણાવ્યુ કે, આઝાદી બાદ સ્વપ્નનું ભારત આકાર લઇ રહ્યું છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર સાકાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં વિકાસ થઈ રહ્યો છે. રાજયના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીની પ્રગતિ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કટિબદ્ધ છે. કોરોનાની સ્થિતિને માત કરી પરિણામલક્ષી કાર્યોથી ગુજરાત આગળ વધી રહ્યું છે. કોરોનાની સ્થિતિમાં પણ કોઈ ભૂખ્યું ના રહે તેવી દરકાર પણ રાજ્ય સરકારે કરી છે.