ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતવિશેષ

અમરેલી : 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા યુવક મોતને ભેટ્યો

Text To Speech

અમરેલી જિલ્લાના મોટા આંકડીયા ગામે વાડીના ઊંડા કૂવામાં પડી જતા યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ મૃતક નામ કિશોર વિઠલભાઈ હિરપરા હતું અને તેની ઉંમર 31 વર્ષની હતી. 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા યુવક મોત થયું હતું.

60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા યુવક મોત

પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીના મોટા આંકડીયા ગામે વાડીમાં 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા યુવક મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે મૃતકના પિતાએ ફાયર વિભાગને જાણ કરી હતી, કોલ મળતાની સાથે અમરેલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફાયર વિભાગ દ્વારા મૃતદેહનું રેસ્ક્યુ કરાયું હતું.

આ પણ વાંચો : પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી,કેબલ ટ્રેક પરથી રોપ વે ઉતરી શ્રદ્ધાળુઓ અડધો કલાક હવામાં ફસાયા

મૃતદેહને બહાર કાઢીને તેને પીએમ અર્થે મોકલાયો

યુવકના મૃતદેહને બહાર કાઢીને તેને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ પણલ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.યુવકના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી.

આ પણ વાંચો : દિલ્હી-મુંબઈ હાઈવે અકસ્માત:રોલ્સ રોયસમાં સવાર વેપારી વિકાસ માલુની કાર 200ની ઝડપે ટેન્કર સાથે અથડાઈ

Back to top button