એજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
અમરેલી : રેન્જ આઈજી અશોકકુમારની હાજરીમાં e-FIR અંગે સેમિનાર યોજાયો


રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાતના સૂત્રને પ્રેરિત કરવા અને કોઈપણ ગુનાઓમાં પોલીસ મથકે પહોંચ્યા વગર જ ઝડપથી તેઓની ફરિયાદ ત્યાં રજીસ્ટર કરી શકાય તે હેતુથી e-FIR લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રેરણાત્મક કામગીરી લોકો સુધી પહોંચી શકે તેમજ તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી પોલીસ અને પ્રજા બંનેનો સમય બચી શકે તેવા હેતુથી લોકોને આ અંગેની સમજ આપવા માટે ઠેરઠેર સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત ગત તા.2 ઓગષ્ટના રોજ ભાવનગર રેન્જ આઈજી અશોકકુમારની અધ્યક્ષતામાં અમરેલી શહેરમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ દામનગર અને દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ અમરેલી ખાતે e-FIR અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


રેન્જ આઈજી અશોકકુમાર દ્વારા e-FIR અંગે સમજ આપવામાં આવી
આ કાર્યક્રમમાં હાજર તમામ લોકોને રેન્જ આઈજી અશોકકુમાર દ્વારા e-FIR અંગે સમજ આપતા જણાવવામાં આવ્યું હતું કે આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે ઉપરાંત લોકો પાસે સમયનો અભાવ છે. વધુમાં ગુનાઓ બનતા કંટ્રોલ કરી શકાય છે પણ ક્યારેય બંધ કરી શકાતા નથી ત્યારે પોલીસ કોઈ અન્ય કામગીરીમાં રોકાયેલી હોય અને તેવી નજીવી બાબતે ક્યારેય કોઈ વાહન કે મોબાઈલ ચોરી જેવા નાના ગુનામાં કોઈની ફરિયાદ નોંધાવવામાં સમય વીતી ન જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ નવી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેથી તમામ લોકોને ઝડપથી ન્યાય મળી શકે.