KGF-2ની કરોડોની કમાણીમાં આ 19 વર્ષના લબરમૂછિયાની પણ છે કમાલ…


સાઉથની ફિલ્મ કેજીએફ 2 અત્યારે બોક્સઓફિસમાં જબરજસ્ત ધૂમ મચાવી રહી છે. ફિલ્મને લઈને દર્શકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. અત્યારે ફિલ્મ સાથે જોડાયેલી દરેક ખબરો સોશિયલ મીડિયા પર આવી રહી છે. પરંતુ હવે એક એવી ખબર સામે આવી છે જેને સાંભળીને કેજીએફ 2ના ફેન્સ પણ દંગ રહી જશે.

300 કરોડમાં બનેલ કેજીએફ 2 ફિલ્મે એડિટ કરવા માટે યશ અને ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત નીલે કોઈ મોટા ખેરખાં પાસે ફિલ્મ એડિટ નથી કરાવી પરંતુ માત્ર 19 વર્ષના યુવક પાસે એડિટ કરાવી છે. કેજીએફ ફિલ્મને એડિટ કરવા માટે માત્ર 19 વર્ષના લબરમૂછિયાને પસંદ કરવામાં આવ્યો હતો.

ડિરેક્ટર પ્રશાંત નીલે આ એક મોટો જુગાર ખેલ્યો હતો. કારણ કે બીગ બજેટ અને બીગ સ્ટારર ફિલ્મને એડિટ કરાવવા માટે ઉજ્જવલ કુલકર્ણીને પસંદ કર્યો અને ઉજ્જવલે પ્રશાંતે મુકેલો વિશ્વાસ સાર્થક કરી બતાવ્યો છે. ઉજ્જવલે ફિલ્મને જબરજસ્ત એડિટ કરતા ફિલ્મના નિર્દેર્શક અને યશનું દિલ જીતી લીધું છે, એટલું જ નહીં ફિલ્મ ક્રિટીક્સ પણ તેના ફેન થઈ ચુક્યા છે.તેઓ એડિટ કરવાની ટેક્નિકની પ્રશંસા કરી રહ્યા છે નાની ઉંમરે એક મોટી સફળતા મેળવતો ઉજ્જવલ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ફિલ્મના દરેક ભાગને તેણે અનોખી રીતે એડિટ કર્યો છે. જે સ્ક્રીન પર દર્શકોને ગૂસબમ્પ લાવી દે છે.