અમિતાભ KBC-15માં શીખ્યા બે તુલુ શબ્દ, કહ્યુંઃ ઘરે જઈને વહુરાણી ઐશ્વર્યાને…
- કેબીસી-15નો લેટેસ્ટ એપિસોડ ચર્ચામાં આવ્યો છે. બિગ બીની હાજરી શોને ખાસ બનાવી દે છે તેમાં બેમત નથી.
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં તેમના રિયાલિટી શો કોન બનેગા કરોડપતિને લઈને ચર્ચામાં છે. બિગ બી કોન બનેગા કરોડપતિ જુનિયર હોસ્ટ કરી રહ્યા છે. બિગ બીની હાજરી શોને ખાસ બનાવી દે છે તેમાં બેમત નથી. કેબીસી-15નો લેટેસ્ટ એપિસોડ ચર્ચામાં આવ્યો છે. શોની શરૂઆત કન્ટેસ્ટન્ટ પ્રતિષ્ઠા શેટ્ટી સાથે થાય છે. શો શરૂ થતા પહેલા પ્રતિષ્ઠાના પિતા તેને માતૃભાષા તુલુ (કન્નડ)માં શુભેચ્છાઓ આપે છે. પ્રતિષ્ઠાના પિતા તેને કુદ્રે કહે છે, જેનો તુલુ અર્થ ઘોડો થાય છે. અમિતાભ એ સાંભળીને હેરાન થાય છે. ત્યારબાદ પ્રતિષ્ઠા કહે છે કે તેના પપ્પા તેને કુદ્રે અને કટ્ટે કહીને બોલાવે છે. જેનો અર્થ ગધેડો થાય છે. આ સાંભળીને બિગ બી હસી પડે છે.
બિગ બીએ કહ્યું ચાલો આજે વહુરાણીને કહીશું…
પ્રતિષ્ઠાની ભાષા સાંભળ્યા બાદ અમિતાભ બચ્ચન કહે છે, આ તુલુ ભાષા છે ને? તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. કમ સે કમ આજે હું ઘરે જઈને બે શબ્દ તો બોલી શકીશ. અમારી વહુરાણી ઐશ્વર્યા બચ્ચન તુલુ છે. આ શબ્દો તેમને તો ન કહી શકીએ, પરંતુ હું કહીશ કે આજે હું બે તુલુ શબ્દ શીખીને આવ્યો છું. ત્યારબાદ બિગ બી કન્ટેસ્ટન્ટના પિતાને કહે છે, મહેરબાની કરીને તમે પણ તમારી દિકરીને કુદ્રે અને કટ્ટેના રુપમાં સંબોધિત ન કરો તેના બદલે બીજું કોઈ નામ આપો.