ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

ટ્વિટર પરથી બ્લુ ટિક હટાવવા પર અમિતાભ બચ્ચને કર્યુ ફની ટ્વિટ

અમિતાભ બચ્ચનના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે. આ અંગે ટ્વિટર પર બિગ બિએ એક રમુજી પોસ્ટ કરી છે. તેમણે કહ્યું છે કે હવે તો પૈસા પણ ચૂકવી દીધા છે, હવે તો નીલ કમલને પાછું લગાવી દો ભાઈ.

અમિતાભ બચ્ચનના ટ્વિટર પર બ્લુ ટિક ગાયબ!

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે શુક્રવારે એક મોટું પગલું ભર્યું અને અનપેડ એકાઉન્ટ્સ ધરાવતા ઘણા સેલેબ્સના ટ્વિટર પાસેથી બ્લુ ટિક છીનવી લીધી. ટ્વિટરે તેની જાહેરાતમાં કહ્યું કે વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી ફ્રી બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે. ટ્વિટરની નવી પોલીસી મુજબ બ્લુ ટિક માટે હવે ચાર્જ ચુકવવો પડશે. બ્લુ ટિક માટે નક્કી કરેલ ચાર્જ ન ભરનાર ધારકોના ટ્વિટર એકાઉન્ટ પરથી આજે બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે. આ સાથે ટ્વિટર પર સૌથી વધુ એક્ટિવ રહેતા બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પાસેથી પણ ટ્વિટરે બ્લુ ટિક છીનવી લીધી હતી. બિગ બીએ બ્લુ ટિક હટાવવા પર પ્રતિક્રિયા આપી છે.

અમિતાભ બચ્ચને બ્લુ ટિક માટે હાથ જોડી દીધા
અમિતાભ બચ્ચને તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું, “T 4623 એ Twitter ભૈયા! તમે સાંભળી રહ્યા છો? હવે તો અમે પૈસા પણ ભરી દીધા છે… તો ભાઈ, અમારા નામની આગળ જે વાદળી કમળ છે, તે પાછું લાવો, જેથી લોકોને ખબર પડે કે અમે જ છીએ. અમે હાથ જોડીએ છીએ.

બિગ બીની પોસ્ટ પર ફેન્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે
અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પર ફેન્સ પણ ફની કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, “આવું છે…. હવે તમારે પણ લાઈનમાં ઉભા રહીને રાહ જોવી પડશે.” પહેલા તમે જ્યાં ઉભા હતા ત્યાંથી લાઇન શરૂ થતી હતી. અન્ય એક ચાહકે કમેન્ટ કરી કે, “શું કહેવું બચ્ચન સાહેબ, ઈલોન મસ્કનું શું કરવું”

ઘણા સેલીબ્રિટીએ ટ્વિટર પર તેમની બ્લુ ટિક ગુમાવી
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સે એલન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર તેમની બ્લુ ટિક ગુમાવી છે. જો, કે એલન મસ્કે પહેલેથી જ અનપેડ ખાતાઓમાંથી બ્લુ ટિક દૂર કરવાની જાહેરાત કરી હતી.

સબ્સ્ક્રિપ્શનની કિંમત શું છે?
ટ્વિટર પર બ્લુ ટીકની સબ્સ્ક્રિપ્શનની કિંમત દરેક દેશમાં બદલાય છે. ભારતમાં, iPhone અને Android સ્માર્ટફોનમાં સબસ્ક્રિપ્શનનો ખર્ચ દર મહિને રૂ. 900 છે. ટ્વિટર વેબસાઈટ પર દર મહિને ખર્ચ ઘટીને 650 રૂપિયા થઈ જાય છે. વપરાશકર્તાઓ વાર્ષિક સબ્સક્રિપ્શન પણ લઈ શકે છે. તેની કિંમત થોડી સસ્તી છે.

Back to top button