અમિતાભ બચ્ચને એન્જિયોપ્લાસ્ટી બાદ કર્યું પહેલું ટ્વિટ, ફેન્સને આપ્યો મેસેજ
- અમિતાભ બચ્ચને એન્જિયોપ્લાસ્ટી બાદ કર્યું પહેલું ટ્વિટ કરીને ફેન્સને મેસેજ આપ્યો છે. 15 માર્ચે બપોરે 12 વાગ્યા પછી કરેલી આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.
મુંબઈ, 15 માર્ચઃ બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આજે 81 વર્ષના થઈ ગયા છે. આટલી ઉંમરે પણ તે પોતાની જાતને એક્ટિવ રાખવાના તમામ પ્રયાસો કરે છે, પરંતુ તેમ છતાં આજે સવારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેમને દુખાવો થતા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમાચાર વચ્ચે અમિતાભ બચ્ચનનું એક ટ્વિટ પણ સામે આવ્યું છે જે તેમણે 15 માર્ચે બપોરે 12 વાગ્યા પછી કર્યું હતું. આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. અમિતાભ બચ્ચને એન્જિયોપ્લાસ્ટી બાદ કર્યું પહેલું ટ્વિટ કરીને ફેન્સને મેસેજ આપ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ
આજે બપોરે ટ્વિટર પર અમિતાભે એક પોસ્ટ લખી છે, તેમાં લખ્યું છે હંમેશા ગ્રેટિટ્યુડ. તેનું આ ટ્વિટ હાલમાં જ આવ્યું છે. તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે સર્જરી બાદ અમિતાભ બચ્ચન પોતાના શુભચિંતકોનો આભાર માની રહ્યા છે. તેઓ પહેલા પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરતા રહ્યા છે. આમ પણ તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને પોતાની કોઈ પણ વાતને બેઝિઝક રજુ કરી દે છે.
T 4950 – in gratitude ever ..
— Amitabh Bachchan (@SrBachchan) March 15, 2024
પગની એન્જિયોપ્લાસ્ટી કરાઈ
અમિતાભ બચ્ચનને હોસ્પિટલાઈઝ્ડ કરવાના સમાચાર સામે આવતા જ અભિનેતાના ચાહકો ડરી ગયા અને તેમના માટે પ્રાર્થના કરવા લાગ્યા, પરંતુ ગભરાવાની જરૂર નથી. આ મામલો હાર્ટ એટેક સાથે સંબંધિત નથી. અભિનેતાના પગમાં ગાંઠ થવા સંબંધિત છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના પગની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. હાલમાં અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં છે. તેને હજુ સુધી રજા આપવામાં આવી નથી. આ મામલે પરિવાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. હાલમાં અમિતાભ બચ્ચનની સારવાર ડોક્ટરની ટીમની દેખરેખમાં ચાલી રહી છે.
આ પણ વાંચોઃ બસ્તર, ધ નક્સલ સ્ટોરીઃ રાષ્ટ્રવિરોધીઓની ઓળખ કરાવતી ફિલ્મ