ટ્રેન્ડિંગમનોરંજન

અમિતાભ બચ્ચનના 3 શબ્દોએ બરબાદ કરી ‘શક્તિમાન’ની કરિયર, વાંચો અહેવાલ

Text To Speech

ટીવીના ‘શક્તિમાન’ એટલે કે અભિનેતા મુકેશ ખન્ના આજે કોઈ પણ માટે અજાણ્યું નામ નથી. મુકેશ ખન્ના તેમના જબરદસ્ત અભિનય અને દમદાર અવાજ માટે જાણીતા છે. જેના કારણે ઘણી વખત ‘શક્તિમાન’ની તુલના બોલિવૂડના ‘શહેનશાહ’ સાથે કરવામાં આવી હતી. વાસ્તવમાં મુકેશ ખન્નાની એક્ટિંગ સ્ટાઈલ અને તેમનો અવાજ અમિતાભ બચ્ચન સાથે ઘણો જ મળતો આવે છે, જેના માટે તેમને તેમના કરિયરમાં ઘણું સહન કરવું પડ્યું હતું. ‘શક્તિમાન’ એ પોતે બિગ બી સાથે જોડાયેલી એક ઘટના શેર કરી છે.

 ‘શક્તિમાન’, ‘મહાભારત’થી મળી પ્રસિધ્ધિ

સુપરહીરો ‘શક્તિમાન’ અને સીરિયલ મહાભારતમાં ‘ભીષ્મ’ની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં લોકપ્રિયતા મેળવનાર મુકેશ ખન્ના ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવા માંગતા હતા. સિરિયલો તરફ વળ્યા પહેલા આ અભિનેતાએ 10-12 ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને સારું નામ પણ કમાયા હતા. એટલું જ નહીં, આટલુ જ નહીં, તે ઘણી બધી એડ ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

અમિતાભ બચ્ચને  ‘કોપી કરતા હૈ’ કહ્યું હતું

મુકેશ ખન્નાની કેટલીક એડ ફિલ્મો પણ ઘણી લોકપ્રિય થઈ હતી. તેમની આવી જ એક એડ ફિલ્મ હતી જેમાં આ અભિનેતા સૂટ-બૂટ પહેરીને સીડી પરથી ઉતરી રહ્યા હતા અને તેમની આસપાસ માત્ર છોકરીઓ જ હતી. આ જાહેરાત એક ફિલ્મ દરમિયાન બતાવવામાં આવી હતી અને અમિતાભ બચ્ચન પણ તે ફિલ્મ જોઈ રહ્યા હતા. ‘શક્તિમાન’એ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેની એડ જોઈને અમિતાભ બચ્ચને તેને ‘કોપી કરતા હૈ’ કહ્યું હતું.

‘કોપી એક્ટર’નો ટેગ મળ્યો

વાસ્તવમાં, ઇન્ટરવ્યુ દરમિયાન આ ઘટના શેર કરતી વખતે, તેમણે કહ્યું હતું કે તેણે આ વાત ક્યારેય બિગ બીના મોઢેથી સાંભળી નથી. તે ફેલાવેલી વાત હતી, તેથી શક્ય છે કે તેમણે (અમિતાભ બચ્ચને) આવું ન પણ કહ્યું હોય. પરંતુ અભિનેતાએ પોતે સ્વીકાર્યું કે તે અહંકારી છે અને તે તેમના સેલ્ફ રિસ્પેક્ટની બાબત હતી. આ ઘટના પછી, આ અભિનેતાને ‘કોપી એક્ટર’નો ટેગ મળ્યો હતો. આ ઘટના પછી મુકેશ ખન્ના 4 ફિલ્મોમાં દેખાયા અને તેમની ચારેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી.

આ પણ વાંચો: RRRએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો, ફિલ્મે જાપાનમાં ધૂમ મચાવી

Back to top button