ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

રશ્મિકા મંદાનાનો “ડીપફેક” વીડિયો વાયરલઃ બોલિવૂડથી લઈ સરકાર સુધી બધાએ ચિંતા વ્યક્ત કરી

મુંબઈ: એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો એક ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. AI દ્વારા નિર્મિત આ વીડિયો જોઈને રશ્મિકાના ફેન્સ પણ ગુસ્સે ભરાયા છે અને કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે. બિગ બી અમિતાભ બચ્ચન પણ રશ્મિકાના સપોર્ટમાં આવ્યા છે. વીડિયોને લઈ રશ્મિકાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલની મદદથી પોતાની વાતો રજૂ કરી છે.

રશ્મિકાએ તેના ડીપફેક વીડિયો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, હું આ શૅર કરતી વખતે ખૂબ જ દુ:ખની લાગણી અનુભવું છે. હું પ્રામાણિકરૂપથી કહું તો આવું માત્ર મારા માટે જ નહીં પરંતુ આપણા બધા માટે ખૂબ જ બિહામણું છે. આજની ટેક્નોલોજીના આવા દુરુપયોગથી ઘણા લોકોને નુકસાન ભોગવવું પડશે.

બીગ બી એ પણ વીડિયોને લઈ ચિંતા વ્યક્ત કરી

અમિતાભ બચ્ચને રશ્મિકાના ડીપફેક વીડિયો પર ચિંતા વ્યક્ત કરી હતી. અભિષેક નામના એક યુઝરે રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો શૅર કરતા લખ્યું કે ડીપફેકને રોકવા માટે ભારતમાં તાત્કાલિક કાયદાકીય માર્ગદર્શિકા બનાવવાની જરૂર છે. આ પોસ્ટ શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું છે કે આ એક મજબૂત કાનૂની કેસ છે. અમિતાભ બચ્ચનની પોસ્ટ બાદ સરકારે આ મામલે સ્પષ્ટતા આપવી પડી હતી.

અભિષેક નામને યુઝરે ઝારા પટેલનો વીડિયો શેર કર્યો છે તેના પરથી કહી શકાય છે કે આ વીડિયોને એડિટ કરી ડિપફેકની ટેક્નોલોજી દ્વારા એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો ચહેરો લગાડવામાં આવ્યો છે.

સરકારે સ્પષ્ટતા આપવી પડી

સરકાર વતી કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક પોસ્ટ લખીને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી ઇન્ટરનેટનો ઉપયોગ કરતા તમામ ડિજિટલ નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ડીપફેક લેટેસ્ટ અને સૌથી ખતરનાક છે. આ સાથે વ્યવહાર કરવાની જરૂર છે. મંત્રીએ કહ્યું છે કે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

શું છે ડીપફેક?

ડીપફેક એ એક પ્રકારનું સિન્થેટીક મીડિયા જેમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ છે. જેમાં હાલના ફોટા અથવા વીડિયોમાંથી વ્યક્તિ અન્ય કોઈના ફોટો લગાવીને બદલી શકે છે. AIની ક્ષમતાને કારણે સામાન્ય નાગરિક માટે ફેક વીડિયોને ઓળખવાનું મુશ્કેલ બની જાય છે. જો કે, ભારતમાં ડીપ ફેક ટેક્નોલોજીના ઉપયોગ સામે કોઈ કાયદાકીય નિયમો નથી.

રશ્મિકા મંદાનાનું વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા મંદાના રણબીર કપૂર સાથે ‘એનિમલ’ ફિલ્મમાં જોવા મળશે. બંને કલાકારો પહેલીવાર એકસાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મનું ટ્રેલર, ટીઝર અને ગીતો પહેલાથી જ ધૂમ મચાવી રહ્યા છે. ટ્રેલર મુજબ આ ફિલ્મ એક મેડ રોમેન્ટિક ડ્રામા હોઈ શકે છે. આ ફિલ્મ આ વર્ષે 1 ડિસેમ્બરે, 2023ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: રશ્મિકા મંદાના અને વિજય એક જ ઘરમાં રહે છે? એક્ટ્રેસના વીડિયોમાં પ્રૂફ

Back to top button