અમિતાભ બચ્ચને ઉત્તરાધિકારી અંગે કર્યું ટ્વિટ, લોકોએ પણ આપ્યો પ્રતિસાદ
બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. સાથે જ તે હંમેશા પોતાના પરિવાર સાથે જોડાયેલી તમામ યાદોની વાતચીત કરે છે. બીગ બી હંમેશા પોતાના પુત્ર અને પુત્રવધૂના કામની પ્રશંસા કરતા જોવા મળે છે. તેમણે હાલમાં જ પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘પોનીયિન સેલવાન પાર્ટ વન’નું ટીઝર શેર કર્યું હતું.
આ ઉપરાંત તેમણે અભિષેક બચ્ચનના માટે એક ટ્વિટ શેર કર્યું અને તે ચર્ચામાં આવ્યું છે. તેમના બાપુજીની પંક્તિયો સાથે પુત્રને ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યો હતો. શુક્રવારે રાત્રે અમિતાભ બચ્ચનના ચાહકોએ બે તસવીરો શેર કરી હતી. પહેલી તસવીરમાં અમિતાભ લોકોના અભિવાદન સ્વીકારી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં અભિષેક લોકોના અભિવાદન સ્વીકારી રહ્યાં છે. આ તસવીર શેર કરતી વખતે બિગ બીએ કેપ્શનમાં તેમના બાપુજી એટલે કે ડો. હરિવંશરાય બચ્ચનની કેટલીક લાઈન શેર કરી છે.
"मेरे बेटे, बेटे होने से मेरे उत्तराधिकारी नहीं होंगे : जो मेरे उत्तराधिकारी होंगे, वो मेरे बेटे होंगे " ~ हरिवंश राय बच्चन
you are Abhishek .. the truest uttaradhikaari .. my pride, my ultimate joy ..
❤️ https://t.co/Wq4sGtFbEk— Amitabh Bachchan (@SrBachchan) July 8, 2022
બિગ બીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘મારો પુત્ર, પુત્ર હોવાને કારણે મારો ઉત્તરાધિકારી નહીં બને. જે પણ મારો ઉત્તરાધિકારી બનશે, તે મારો પુત્ર હશે. આ સાથે તેમણે અંગ્રેજીમાં લખ્યું હતું કે, ‘એ તમે છો અભિષેક, મારા ઉત્તરાધિકારી… મારું ગૌરવ, મારો પરમ આનંદ…’ અગાઉ પણ અમિતાભે પુત્ર અભિષેકને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. ફિલ્મ ‘દાસવી’નું ટ્રેલર જોઈને બિગ બી ઘણા ઈમોશનલ થઈ ગયા હતા. ત્યારે પણ તેમણે ટ્વીટ કરીને અભિષેકને પોતાનો ઉત્તરાધિકારી ગણાવ્યો હતો.