અમિતાભ બચ્ચને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર નિવેદન આપતા સર્જાયો વિવાદ,જુઓ શું કહ્યું
રાજકીય વિવાદોથી દૂર રહેતા અમિતાભ બચ્ચને કોલકતા ખાતે યોજાયેલ ફિલ્મ ફેસ્ટિવલમાં સંવેદનશીલ મુદ્દા પર નિવેદન આપ્યુ છે. કોલકાતા ખાતે ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન અમિતાભ બચ્ચને સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સ્વતંત્રાનો મુદ્દો છેડ્યો હતો.
સીએમ મમતા બેનર્જીએ કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચનનું સન્માન કર્યું હતું જ્યાં માતાએ બંગાળને પ્રખ્યાત બનાવવા અને તેમના યોગદાન માટે સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચનનો આભાર માન્યો હતો. જે બાદ ભાષણ આપતા અમિતાભે સ્વતંત્રતા મુદ્દો છેડી અભિવ્યક્તિની સ્વતંત્રતાથી સિનેમાના ઉત્ક્રાંતિ વિશે વાત કરી.
શુ કહ્યું અમિતાભે?
અમિતાભ બચ્ચને ફેસ્ટિવલમાં બ્રિટિશ સેન્સરશિપ, આઝાદી પહેલાની ફિલ્મો, જુલમ કરનારાઓ સામે કોમવાદ અને સામાજિક એકતા વિશે વિગતવાર વાત કરી હતી. અમિતાભ બચ્ચને કહ્યું, “મને ખાતરી છે કે મંચ પરના મારા સાથીદારો સહમત થશે કે અત્યારે પણ નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.”
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ગુરુવારે 28માં કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (KIFF)નું ઉદ્ઘાટન કર્યા બાદ આ વાત કહી. જેણે એક પ્રકારનો વિવાદ સર્જ્યો છે. અમિતાભે આ ફેસ્ટિવલમાં આગળ કહ્યું- શરૂઆતના સમયથી અત્યાર સુધી કન્ટેન્ટમાં બદલાવ આવ્યો છે. હવે વિષયોના વિવિધ પ્રકારો છે. પૌરાણિક ફિલ્મોથી લઈને આર્ટ હાઉસ સુધી, કાલ્પનિક અરાજકતા અને નૈતિક પોલીસિંગમાં ડૂબેલા ક્રોધિત યુવાનો અને વર્તમાન સમયના ઐતિહાસિક.
પઠાણ ફિલ્મના વિવાદ વચ્ચે બચ્ચને આપ્યુું નિવેદન
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ગુરુવારે 28માં કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (KIFF)નું ઉદ્ઘાટન કર્યા બાદ આ વાત કહી. જેણે એક પ્રકારનો વિવાદ સર્જ્યો છે. અમિતાભે આ ફેસ્ટિવલમાં આગળ કહ્યું- શરૂઆતના સમયથી અત્યાર સુધી કન્ટેન્ટમાં બદલાવ આવ્યો છે. હવે વિષયોના વિવિધ પ્રકારો છે. પૌરાણિક ફિલ્મોથી લઈને આર્ટ હાઉસ સુધી, કાલ્પનિક અરાજકતા અને નૈતિક પોલીસિંગમાં ડૂબેલા એંગ્રી યંગમેન અને વર્તમાન સમયના ઐતિહાસિક બ્રાંડ સુધીના છે. આ તમામ વિષયો પર દર્શકો સિંગલ સ્ક્રીન અને OTT દ્વારા રાજકારણ અને સામાજિક મુદ્દાઓ પર મંતવ્યો આપતા રહે છે. અમિતાભે આગળ કહ્યું- અમે દર્શકોને હળવાશથી ન લઈ શકીએ. ચાહકો પાસે તમામ પ્રકારની સામગ્રી છે. તેઓ તેને ક્યાં જોવા માંગે છે, અમિતાભે આ વાત એવા સમયે કહી જ્યારે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈને વિવાદ ચાલી રહ્યો છે.