‘રામાયણ’માં રાજા દશરથના રોલ માટે અમિતાભ બચ્ચન ફાઈનલ?
- અમિતાભ બચ્ચન નીતિશ તિવારીની ‘રામાયણ’માં રાજા દશરથની ભૂમિકા ભજવશે તેવા સમાચાર આવ્યા છે. આ પહેલીવાર નથી બન્યું જ્યારે રાજા દશરથના રોલ માટે અમિતાભ બચ્ચનનો સંપર્ક કરવામાં આવ્યો હોય.
નિતેશ તિવારી તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘રામાયણ’ માટે સખત મહેનત કરી રહ્યા છે. દિગ્દર્શક પોતાની ફિલ્મમાં સૌથી મોટી સ્ટાર કાસ્ટને સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિતેશે ભગવાન રામના રોલ માટે રણબીર કપૂર અને માતા સીતાના રોલ માટે સાઈ પલ્લવીને કાસ્ટ કર્યા હતા, હવે સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે
અમિતાભ બચ્ચન નીતિશ તિવારીની ‘રામાયણ’માં રાજા દશરથની ભૂમિકા ભજવશે તેવા સમાચાર આવ્યા છે. આ પહેલીવાર નથી બન્યું જ્યારે રાજા દશરથના રોલ માટે અમિતાભ બચ્ચનનો સંપર્ક કરવામાં આવ્યો હોય. ઘણા વર્ષો પહેલા બિગ બીને રાજા દશરથનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. સંજય ખાન ધ લિજેન્ડ ઓફ રામ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. ત્યારે પણ રાજા દશરથના રોલ માટે અમિતાભનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં રિતિક રોશન રામના રોલમાં જોવા મળવાનો હતો. સંજયનો પુત્ર ઝાયદ ખાન લક્ષ્મણ બનવા જઈ રહ્યો હતો. જો કે, કેટલાક કારણોસર ફિલ્મ અટકી ગઈ હતી.
T 4918 – आस्था 🚩🚩
दुग्ध अर्पण शिव जी पे, और जल अर्पण तुलसी पे pic.twitter.com/W6Y0vW1E4k— Amitabh Bachchan (@SrBachchan) February 12, 2024
બિગ બીએ કરી હતી તુલસી પૂજા
આજે અમિતાભ બચ્ચન વિશે સમાચાર આવ્યા છે કે તેઓ ‘રામાયણ’માં રાજા દશરથની ભૂમિકા ભજવી શકે છે અને આજે જ બિગ બીએ તુલસી પૂજા કરતા ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ તસવીરોમાં અમિતાભ બચ્ચન તુલસી પર અભિષેક કરતા જોવા મળી રહ્યા છે.
રામાયણ માટે બોલિવુડના દિગ્ગજ સ્ટાર થશે કાસ્ટ
નિતેશ તિવારીની રામાયણની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે. સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં અને સાઉથ સુપર સ્ટાર ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત સની દેઓલ ફિલ્મમાં હનુમાનજીની ભૂમિકા ભજવશે, તો લારા દત્તા કૈકૈયી અને રકુલ પ્રીત સિંહ શુપર્નખાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 2025માં રીલીઝ થશે.
આ પણ વાંચોઃ વેલેન્ટાઈન ડે પર પરફેક્ટ લુકને લઈને કન્ફ્યુઝ છો? વેઈટ! જ્હાન્વી કપૂરને એક વખત જોઈ લો