અમિતાભ બચ્ચને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં ખરીદ્યો 14.5 કરોડનો પ્લોટ!
- પ્રયાગરાજમાં જન્મેલા અમિતાભ બચ્ચને અયોધ્યા સાથે આધ્યાત્મિક કનેક્શન હોવાની વાત કરી. હાઉસ ઑફ લોઢાની મદદથી 7 સ્ટાર એન્કલેવ ધ સરયૂમાં પ્લોટ ખરીદ્યો
અયોધ્યા, 15 જાન્યુઆરીઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમિતાભ બચ્ચને અયોધ્યામાં રૂ. 14.5 કરોડનો પ્લોટ ખરીદ્યો છે. બોલિવુડના શહેનશાહ મિલેનિયમ સ્ટાર બિગ બી અહીં ઘર બનાવશે તેવું તેમણે જણાવ્યું છે. અમિતાભ બચ્ચને મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઑફ અભિનંદન લોઢા પાસેથી 7 સ્ટાર એન્ક્લેવ ધ સરયૂમાં આ પ્લોટ ખરીદ્યો છે. હાઉસ ઑફ અભિનંદન લોઢાએ હજુ સુધી ઘરની સાઈઝ અંગે કોઈ કોમેન્ટ કરી નથી, પરંતુ રિપોર્ટ અનુસાર બિગ બી અહીં 10,000 ચોરસ ફૂટનું ઘર બનાવશે.
ધ સરયૂનું લોન્ચિંગ પણ 22 જાન્યુઆરીએ થવાનું છે. આ જ દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. પીએમ મોદી આ મંદિરનું ઉદ્દઘાટન કરશે.
અમિતાભ બચ્ચને કરી પ્રોજેક્ટ વિશે વાત
અમિતાભ બચ્ચને આ પ્રોજેક્ટ વિશે ધ હાઉસ ઑફ અભિનંદન લોઢા સાથે વાત કરી હતી. અમિતાભ બચ્ચને કહ્યું- હું અયોધ્યામાં ધ સરયૂ માટે ધ હાઉસ ઑફ અભિનંદન લોઢા સાથે આ સફર શરૂ કરવા માટે ઉત્સાહિત છું. આ એક એવું શહેર છે જે મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. અયોધ્યાની શાશ્વત આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે એક ઈમોશનલ કનેક્શન લાગી રહ્યું છે. આ અયોધ્યાની આત્મામાં એક સફરની શરૂઆત છે. હું વૈશ્વિક આધ્યાત્મિક રાજધાનીમાં મારું ઘર બનાવવા માટે આશાસ્પદ છું.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનનો જન્મ પ્રયાગરાજમાં થયો હતો. પ્રયાગરાજથી અયોધ્યાનું અંતર 4 કલાકનું છે. હવે બચ્ચને અયોધ્યામાં પ્લોટ લીધો છે. જે રામ મંદિરથી માત્ર 15 મિનિટ દૂર છે. અયોધ્યા એરપોર્ટથી ધ સરયુથી 30 મિનિટ દૂર છે.
આ પણ વાંચોઃ હેમા માલિની અયોધ્યામાં રામાયણ પર રજૂ કરશે ડાન્સ ડ્રામા