મનોરંજન

અમિતાભ બચ્ચન-અનુષ્કા શર્માને આ બેદરકારી પડી ભારે, મુંબઈ પોલીસે હાથ ધરી કાર્યવાહી

અભિનેતા અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને હેલ્મેટ વિના બાઇક ચલાવવી ભારે પડી છે. સોશિયલ મીડિયા યુઝર્સની ફરિયાદો મળ્યા બાદ મુંબઈ પોલીસે તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. બંને તાજેતરમાં હેલ્મેટ વિના અલગ-અલગ બાઇક ચલાવતા જોવા મળ્યા હતા.

 

અમિતાભ અને અનુષ્કાએ હેલ્મેટ વગર કરી સવારી

અમિતાભે સોમવારે તેમના કામના સ્થળે પહોંચવા માટે લિફ્ટ લીધી હતી, જ્યારે અનુષ્કા શર્મા રોડ જામ પછી શૂટિંગ સ્થળે વહેલા પહોંચવા માટે તેના બોડીગાર્ડ સાથે બાઇક ચલાવી હતી. બંને કિસ્સાઓમાં અમિતાભ અને અનુષ્કાએ હેલ્મેટપહેર્યું ન હતુ તેમજ બાઇક ચલાવનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેર્યું ન હતું.

બચ્ચન-અનુષ્કા-humdekhengenews

અમિતાભ બચ્ચને શેર કરી હતી પોસ્ટ

તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેયર કરીને અમિતાભ બચ્ચને ટ્રાફિક જામમાંથી બહાર નીકળવામાં અને સમયસર શૂટ પર પહોંચવામાં મદદ કરવા બદલ અજાણ્યા વ્યક્તિનો આભાર માન્યો હતો. બચ્ચને રવિવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મોટરસાઇકલ સવાર સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘રાઇડ માટે આભાર મિત્ર… તમને ખબર નથી પણ તમારા કારણે હું સમયસર શૂટ પર પહોંચી ગયો. મને ટ્રાફિકમાંથી બહાર કાઢવા બદલ આભાર’ આ તસવીરમાં અમિતાભ મોટરસાઇકલની પાછળ બેઠેલા જોવા મળે છે.

બચ્ચન-અનુષ્કા-humdekhengenews

યુઝર્સે આપી આ પ્રતિક્રિયા

ફિલ્મી દુનિયાના ઘણા લોકોએ બચ્ચનને બાઇક રાઇડરનો સાથ આપવાના નિર્ણયની પ્રશંસા કરી છે, જ્યારે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે પૂછ્યું છે કે બચ્ચન અને બાઇક ચાલક બંનેએ હેલ્મેટ કેમ નથી પહેર્યું ? એક વ્યક્તિએ લખ્યું, ‘હેલ્મેટ ક્યાં છે સર’. મુંબઈ પોલીસને ટેગ કરતાં બીજાએ લખ્યું, બંને હેલ્મેટ વગરના છે મુંબઈ પોલીસ કૃપા કરીને નોંધ લો’

બચ્ચન-અનુષ્કા-humdekhengenews

મુંબઈ પોલીસે હાથ ધરી કાર્યવાહી

હેલ્મેટ વિના બાઇક ચલાવતા અમિતાભ બચ્ચન પર મુંબઈ પોલીસે ઝડપથી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, ‘અમે ટ્રાફિક શાખાને આ મામલો શેર કર્યો છે.’ તેવી જ રીતે, જ્યારે અનુષ્કા શર્મા બાઇક ચલાવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો, ત્યારે એક યુઝરે મુંબઈને ટેગ કર્યું. પોલીસે અને લખ્યું, ‘મુંબઈ પોલીસ નો હેલ્મેટ?’ જવાબમાં મુંબઈ પોલીસે કહ્યું કે ટ્રાફિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. બંને ટ્વીટમાં મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર ટ્વિટર હેન્ડલને પણ ટેગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ‘બાગેશ્વર બાબા’ આવશે ગુજરાત, જાણો ક્યા અને ક્યારે ભરાશે દરબાર ?

Back to top button