

મંગળવારે મોડી સાંજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બે આઈપીએસની બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. જેમાં બોટાદના લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ જિલ્લા પોલીસ વડા અને બોટાદ જિલ્લા પોલીસ વડાની થયેલી બદલીથી ખાલી પડેલી જગ્યા ભરવામાં આવી છે. આ જગ્યા ઉપર અમદાવાદ એસપી તરીકે અમિત વસાવા અને બોટાદ એસપી તરીકે કિશોર બાલોડિયાની નિમણુંક કરવામાં આવી છે.

આઈપીએસ ઉપરાંત રાજ્યના 23 ડીવાયએસપી અને 3 પીઆઇની પણ બદલી કરવામાં આવી છે. તેઓને નીચે મુજબની જગ્યાઓ ઉપર પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.

