ગુજરાત

અમિત શાહની કમલમ ખાતે મેરેથોન બેઠકો, નેતાઓ આ મુદ્દા પર થઈ શકે છે ચર્ચા

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંપૂર્ણ રીતે સંગઠન અને નેતાઓની વચ્ચે સંકલન બનાવી રહ્યા છે. અધ્યક્ષતામાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચૂંટણીલક્ષી બેઠકોનો દોર શરૂ થશે. અમિત શાહની બેઠકોનું અચાનક આયોજન થતાં પ્રદેશ ભાજપના નેતાઓના રવિવારના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે.

રવિવારે અમિત શાહ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે કમલમ ખાતે ચૂંટણીલક્ષી બેઠકો યોજશે. આ માટે કમલમમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ સાથે ચૂંટણીને લઇ મહત્વની ચર્ચા કરી. આ બેઠકમાં આગામી ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવાની રણનીતિ અંગે ચર્ચા થઇ હતી.

અમિત શાહની નેતાઓ સાથે બેઠક

કમલમ ખાતે રવિવારે દિવસ દરમિયાન એકથી વધુ બેઠકો યોજાશે. પ્રદેશ ભાજપના નેતાઓ સાથે વિધાનસભાની બેઠકોની ઝોનમુજબ ચર્ચા- વિચારણા કરાશે. આ ઉપરાંત વિધાસનભાની એ, બી, સી અને ડી કેટેગરી મુજબની જે બેઠકો છે તેમાં કઈ બેઠકોની શું તૈયારીઓ છે? 2017 માં ભાજપનો દેખાવ જ્યાં જ્યાં નબળો રહ્યો હતો તેને આ વખતે કઈ રીતે જીતમાં પરિવર્તિત કરવી તે અંગેની રણનીતિ માટે પણ બેઠક યોજાશે. પ્રદેશ ભાજપના ચારેય મહામંત્રીઓ પાસેથી તેમના ઝોનનો ગ્રાઉન્ડ રિપોર્ટ અને તેની તૈયારીઓ અંગે પરામર્શ કરાશે.

આ પણ વાંચો : ગુજરાતમાં કેજરીવાલ પર ફેંકાઈ પાણીની બોટલ, ગરબા કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા દિલ્હીના સીએમ

સોમવારે ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ખાતમુહૂર્ત થનાર છે તેમાં અમિત શાહ હાજર રહેશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારના તેઓ સાંસદ હોવાથી આ કાર્યક્રમમાં તેઓ વિશેષ ઉપસ્થિત રહેશે. 2022ની ચૂંટણી પહેલા અમિત શાહની મેરેથોન બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શાહના કાર્યક્રમમાં કમલમની બેઠકનો કોઇ ઉલ્લેખ નહોતો.

Back to top button