અમિત શાહની અમદાવાદને ભેટ, 96.81 કરોડના ખર્ચે તૈયાર થયેલ સનાથલ ઓવરબ્રિજનું લોકાર્પણ
અમદાવાદ શહેરમાં સનાથલ સર્કલ પર બનાવવામાં આવેલા ઓવરબ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા અને ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ
અમદાવાદ શહેરની બહાર સનાથલ સર્કલ પર ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આજે સનાથલ બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા.
આ બ્રિજનું લોકાર્પણ કરાતા સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતા લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. તેમજ બોપલ, ગાંધીનગરથી સનાથલ થઈ રિંગ રોડ જતા, અમદાવાદથી બાવળા, મેટોડા જતા-આવતા લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. આ બ્રિજના કારણે રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ પણ ઓછુ થશે.
અંદાજિત 96 કરોડના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર
ઓવરબ્રિજને અંદાજિત 96 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ અને રાજકોટ તરફ આવતા-જતા માર્ગ પર ટ્રાફિક ખૂબ વધારે રહેતો હોય છે. ત્યારે આ બ્રિજને ખુલ્લો મુકાતા અહીથી પસાર થતા લોકોને ટ્રાફિકમાંથી મુકતી મળશે. તેમજ હજારો વાહનચાલકોનાં સમય-શક્તિ અને ઇંધણની બચત થશે.
આ પણ વાંચો : ગુજરાતી સાહિત્યકાર ધીરુબેન પટેલનું નિધન, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ