ટોપ ન્યૂઝનેશનલ

અમિત શાહની મોટી જાહેરાત : હવે મતદાર યાદીમાં આપોઆપ નામ ઉમેરાશે અને દૂર થશે

Text To Speech

ચૂંટણી પહેલા મતદાર યાદીમાં ગેરરીતિના કિસ્સાઓ ઘણી વખત સામે આવે છે. અલગ-અલગ ચૂંટણીઓ દરમિયાન લોકોના નામ મતદાર યાદીમાંથી ગાયબ જોવા મળે છે. આ સિવાય કેટલીક વખત મૃતકોના નામ પણ મતદાર યાદીમાં જોવા મળે છે. આ સમસ્યાના ઉકેલ માટે મોદી સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર જન્મ અને મૃત્યુના ડેટાને મતદાર યાદી સાથે જોડવા માટે સંસદમાં બિલ લાવવાની યોજના બનાવી રહી છે. આમ કરવાથી મતદાર યાદીમાં રહેલી ભૂલો દૂર કરી શકાશે.

અમિત શાહે આપી માહિતી

રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરના કાર્યાલય ‘જનગણના ભવન’નું ઉદ્ઘાટન કરતાં, ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વસ્તી ગણતરીના ડેટા પર આધારિત આયોજન એ સુનિશ્ચિત કરે છે કે વિકાસ સૌથી ગરીબો સુધી પહોંચે છે. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, જન્મ-મરણ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વિકાસ કાર્યોનું યોગ્ય આયોજન કરી શકાય છેતેમણે કહ્યું કે વસ્તી ગણતરી એક એવી પ્રક્રિયા છે જે વિકાસના એજન્ડાનો આધાર બની શકે છે.

મતદાર યાદી-humdekhengenews

 આ પણ વાંચો : રાજ્યમાં ભેળસેળિયાઓનું પ્રમાણ વધ્યું ! અરવલ્લીમાં નકલી કપાસિયા તેલ બનાવતી કંપની પકડાઇ

સરકારની શું  છે યોજના ?

કેન્દ્ર સરકાર સંસદમાં બિલ લાવવાની તૈયારી કરી રહી છે. આમાં મૃત્યુ અને જન્મ રજીસ્ટરને મતદાર યાદી સાથે લિંક કરવામાં આવશે. જ્યારે વ્યક્તિ 18 વર્ષની થાય છે ત્યારે તેનું નામ આપોઆપ મતદાર યાદીમાં સામેલ થઈ જાય છે. આ સિવાય કોઈ વ્યક્તિના મૃત્યુ પર તેની માહિતી ચૂંટણી પંચ પાસે જશે. આ પછી તે વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. એટલું જ નહીં, રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ (RBD), 1969માં સુધારો કરવા માટેનું બિલ ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ ઇશ્યૂ કરવા, લોકોને સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા વગેરે બાબતોને પણ સરળ બનાવશે.

 આ પણ વાંચો : નશામાં ધૂત કાર ચાલકે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનુ મોત, પોલીસની ભૂમિકા શંકાસ્પદ !

Back to top button