- ગાંધીનગર પ્રીમીયમ લીગનું છારોડી ખાતે ઉદઘાટન કરશે
- શહેરના જૂના વાડજમાં 588 આવાસોનું કરશે લોકાર્પણ
- લોકાર્પણ પ્રંસગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે
કેન્દ્રીય ગૃહ, સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં રૂ.1,950 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે. તેમજ જૂના વાડજમાં 588 આવાસો અને ગુજરાતી શાળાનું લોકાર્પણ કરશે. તથા મિરચી ગ્રાઉન્ડમાં જાહેર સભા તથા SGVP ગ્રાઉન્ડમાં ગાંધીનગર પ્રીમિયર લીગનું ઉદઘાટન કરશે.
આ પણ વાંચો: નલિયામાં કાતિલ ઠંડી સાથે તાપમાન 8 ડિગ્રી રહેતા અંબાલાલ પટેલે કરી આગાહી
AMCના અંદાજે રૂ.1,950 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહ દ્વારા આજરોજ AMCના અંદાજે રૂ.1,950 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર લોક્સભાનાં સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મ્યુનિ.નાં સવારે 10 કલાકે થલતેજ હેલ્થ સેન્ટર, સવારે 10-30 કલાકે જુના વાડજ રામાપીરનાં ટેકરા ખાતે 588 આવાસોનુ તથા સવારે 10-45 વાગ્યે જુના વાડજ બસ સ્ટેન્ડ પાછળ નવનિર્મિત ગુજરાતી શાળાનુ લોકાર્પણ કરશે. અખબારનગર નજીક નિર્ણયનગર અંડરપાસ પાસેનાં મિરચી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું સંબોધન કરવાની સાથે મ્યુનિ.નાં રૂ.1,950 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ તેમજ ખાતમુહર્ત કરશે.
આ પણ વાંચો: CT સ્કેન અનુસાર કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખતરો નહિ: ડૉકટર્સ
ગાંધીનગર પ્રીમીયમ લીગનું છારોડી ખાતે ઉદઘાટન કરશે
ગાંધીનગર પ્રીમીયમ લીગનું સાંજે 4.30 કલાકે SGVP ગ્રાઉન્ડ, છારોડી ખાતે ઉદઘાટન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવનાર લોકાર્પણ પ્રંસગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદો, ધારાસભ્યો, મ્યુનિ. હોદ્દેદારો અને કોર્પોરેટરો તથા કાર્યકરો- નાગરિકો ઉપસ્થિત રહેશે.