ટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરી

અમિત શાહે બંગાળમાં BSFનાં તીન બીઘા કોરિડોરની લીધી મુલાકાત, જૂઓ આ અનોખી તસવીરો

Text To Speech

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળનાં બે દિવસનાં પ્રવાસે પર છે. પોતાનાં પ્રવાસ દરમ્યાન અમિત શાહે બંગાળમાં BSFનાં તીન બીઘા કોરિડોરની મુલાકાત લીધી હતી. ભારત-બાંગ્લાદેશ સરહદ સાથે સંલગ્ન અને પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં આવેલ BSFનું તીન બીઘા કોરિડોર અનેક રીતે દેશની બાહ્ય અને અંતરીક સુરક્ષા માટે મહત્વ પૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે ભારત-બાંગ્લાદેશ સરહદ હોવાનાં કારણે અહીં કાયમી ધૂસપેઠ અને પશુઓની દાણચોરી મોટી સમસ્યા છે. શહા દ્વારા માટે જ આ કોરિડોરની મુલાકાત લેવામાં આવી હતી અને BSFનાં તીન બીઘા કોરિડોરનું નિરીક્ષણ કર્યું અને વિવિધ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ત્યાં BSF અધિકારીઓ સાથે વાતચીત કરી.

શાહ, જે બે દિવસની મુલાકાતે બંગાળ પર છે, તેણે જીકાબારી બોર્ડર ચોકીના BSF જવાનો સાથે પણ થોડો સમય વિતાવ્યો અને તેમના અનુભવો વિશે જાણ્યું.

પશ્ચિમ બંગાળના તીન બીઘા સરહદી વિસ્તારમાં, સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ઝીરો પોઇન્ટ @BSF_India ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

“આ સંવેદનશીલ વિસ્તારની રક્ષા કરનારા BSF જવાનોને હું અભિનંદન આપું છું અને સમગ્ર રાષ્ટ્રને તમારા સમર્પણ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા પર ગર્વ છે,” તેવું કહેવાની સાથે સાથે ગૃહમંત્રી શાહે સરહદી વિસ્તારમાં વૃક્ષારોપણની ઝુંબેશમાં ભાગ લીધો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દીમાં ટ્વીટ કરી પોતાની મુલાકાત અને સરહદી વિસ્તારમાં વૃક્ષારોપણની ઝુંબેશમાં ભાગ લીધો સહિત ભારત-બાંગ્લાદેશ બોર્ડરની જીકાબારી બોર્ડર આઉટપોસ્ટ (BOP) અને BSF_India નાં જવાનો સાથે વાતચીત કરી તેમના અનુભવો સાંભળ્યા વિશે ખાસ લખી જવાનોનો ઝુસ્સો વધાર્યો હતો.

 

Back to top button