- કલોલ ખાતે કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો
- પાણીજન્ય રોગ કોલેરાના કેસો કલોલમાં સામે આવ્યા
- રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્રે જરૂરી કાર્યવાહી કરી
કલોલમાં કોલેરાને નાથવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તંત્રને તાકીદ કરી છે. જેમાં પાણીજન્ય રોગના અનેક કેસ બહાર આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અમિત શાહે સ્થિતિનો તાગ મેળવી આરોગ્યમંત્રી સાથે વાતચીત કરી છે. તથા રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્રે જરૂરી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 111 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘો
કલોલ ખાતે કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો
ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઉદભવેલા કોલેરાના રોગચાળો ફાટી નીકળ્યો છે. કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે તંત્રને તાકીદ કરી છે.
રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્રે જરૂરી કાર્યવાહી કરી
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે વાતચીત કરી, આ રોગચાળાને ત્વરિત નિયંત્રણમાં લેવા જિલ્લા કલેકટર સહિત સમગ્ર તંત્રને અમિતભાઇ શાહે સૂચના આપી છે. જેના પગલે કલેક્ટર સહિતના અધિકારીઓમાં દોડધામ મચી છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્રે જરૂરી કાર્યવાહી કરી છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઉદભવેલા કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: સરકારી કેન્સર હોસ્પિટલમાં અતિ આધુનિક ગેજેટ્સથી દર્દીઓની થશે સંભાળ
કલોલ ખાતે પાણીજન્ય રોગ કોલેરાના કેસો સામે આવ્યા
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી કલોલ ખાતે પાણીજન્ય રોગ કોલેરાના કેસો સામે આવ્યા છે. આ બાબતે અમિતભાઇ શાહે પરિસ્થિતિનો તાગ મેળવી રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત શાહે જિલ્લા કલેકટર સહિત સમગ્ર તંત્રને આ રોગચાળાને ત્વરિત નિયંત્રણમાં લેવા સૂચના આપી હતી.