અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમિત શાહ આવતીકાલે શનિવારે ગુજરાતના પ્રવાસે, જાણો કાર્યક્રમ

Text To Speech
  • અમિત શાહ આવતી કાલે ગુજરાત પ્રવાસે
  • તારીખ 16 ડિસેમ્બરે 4 અલગ-અલગ કાર્યક્રમમાં ભાગ લેશે અમિત શાહ

અમદાવાદ, 15 ડિસેમ્બર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતી કાલે શનિવારે એટલે કે 16મી ડિસેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ગુજરાત આવતાની સાથે જ આવતી કાલે ચાર અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

ગૃહ મંત્રી અમિત શાહના આવતી કાલના કાર્યક્રમ નીચે મુજબ છે

તારીખ: 16 ડિસેમ્બર 2023, શનિવાર

કાર્યક્રમ: 1

વિકસિત ભારત સંકલ્પ યાત્રા
સમય: 01:00 PM
સ્થળ: પ્રાથમિક શાળા, સાણંદ

કાર્યક્રમ: 2

સરદાર પટેલ યુનિવર્સિટીનો 66મો દીક્ષાંત સમારોહ
સમય: 03:00 PM
સ્થળ: સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ

કાર્યક્રમ: 3

મહારાષ્ટ્ર સમાજ અમદાવાદનો શતાબ્દી મહોત્સવ
સમય: 05:00 PM
સ્થાન: ટાગોર હોલ, અમદાવાદ

કાર્યક્રમ: 4

એન્ડરોલોજી કોન્ફરન્સમાં 6ઠ્ઠી એડવાન્સમેન્ટ્સ
સમય: સાંજે 06:00
સ્થળ: ફોરમ કન્વેન્શન સેન્ટર, અમદાવાદ

ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ અમિત શાહ પ્રથમ વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજકેટની પરીક્ષાની તારીખ બદલાઈ, બીજી એપ્રિલને બદલે 31 માર્ચે યોજાશે

Back to top button