ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: એક્શનમાં અમિત શાહ, વડોદરામાં જીતની રણનીતિ

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ સરકારની ખાસ તૈયારીઓને અંતિમ ઓપ આપવા માટે અમિત શાહ ફરીથી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ આ દરમિયાન વડોદરાની મુલાકાતે પહોંચી ગયા છે. જ્યાં અમિત શાહ મધ્ય ગુજરાતના ભાજપના સંગઠનો અને કાર્યકર્તાઓ સાથે ખાસ બેઠક કરશે. તેવામાં આ મીટિંગ ચૂંટણીલક્ષી રણનીતિને જોતા મહત્ત્વપૂર્ણ થઈ રહેશે. અહીં અમિત શાહ 4 ઝોનમાં સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરશે.

અમિત શાહ દિવાળી ગુજરાતમાં ઉજવશે

અમિત શાહની વડોદરા મુલાકાતમાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર રહ્યા છે. ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓને યોગ્ય માર્ગદર્શન આપવા માટે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેઓ 26 ઓક્ટોબર સુધી રાજ્યમાં જ રહેશે અને અહીં દિવાળી પણ ઉજવશે. નોંધનીય છે કે તેમના આ પ્રવાસ પાછળનો મુખ્ય હેતુ ચૂંટણીલક્ષી તૈયારીઓનું અવલોકન કરી અંતિમ ઓપ આપવા પર રહેશે.

4 ઝોનમાં તેઓ સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે તથા તેમનો સાથ સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ પણ આપશે. ઉલ્લેખનીય છે કે આની સાથે અમિત શાહ ઉત્તર ગુજરાતની બેઠકો તથા દક્ષિણ ગુજરાતની બેઠકોને આવરી લેવા માટે ત્યાંના આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે પણ ખાસ બેઠક કરી શકે છે.

Back to top button