ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા હવે થવા લાગ્યા છે ત્યારે સત્તા પક્ષ ભાજપ સંપૂર્ણ રીતે મેદાનમાં ઉતરી ગયું છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ધંઘુકાના ઝાંઝરકાથી સોમનાથ સુધીની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. અમિત શાહની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.
આ સાથે જ વિશાળ જનસભાને સંબોધનમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસે ગુજરાતને રમખાણો આપ્યા હતા. કોંગ્રેસને ફરી મોકો ન મળે તેનું ધ્યાન રાખજો. 20 વર્ષ ગુજરાતે ભાજપ પર વિશ્વાસ મૂકયો તેનું ગૌરવ છે. 20 વર્ષથી ગુજરાતમાં કર્ફ્યૂનું નામોનિશાન નથી. જેને ગુજરાતની જનતાએ જોયું છે.
ગુજરાતના વિકાસ કાર્યોની ગાથાને જન-જન સુધી પહોંચાડતી ગુજરાત ગૌરવ યાત્રા (ઝાંઝરકા, અમદાવાદ)ના શુભારંભ પ્રસંગે લાઈવ… https://t.co/bDJKeMMPqN
— Amit Shah (@AmitShah) October 13, 2022
ભાજપની કુલ પાંચ ગૌરવ યાત્રા પૈકી અમિત શાહ આજે ત્રણ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેના અંગે વાત કરતાં અમિત શાહે કહ્યું કે, 2022ની ચૂંટણીમાં પણ જનતા અમારી પર ભરોસો રાખે. 1990 થી ગુજરાતની જનતા એકધાદરી ભાજપ સાથે છે. કોંગ્રેસને ફરી મોકો ન મળે તેનું ધ્યાન રાખજો. યાત્રાઓ ભાજપના કામનો હિસાબ આપશે. મતદારોએ હંમેશા ભાજપ પર ભરોસો મૂક્યાની વાત કરી હતી. સાથે જ કહ્યુ કે, ફરી એકવાર ભરોસાની સરકાર બનશે.
ગુજરાત ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. કુલ પાંચ ગૌરવ યાત્રા પૈકી અમિત શાહ આજે ત્રણ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. 20 ઓક્ટોબરે સોમનાથ પહોંચનારી આ યાત્રા વિવિધ જિલ્લામાં ફરશે. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, અર્જુન રામ મેઘવાલ, ગજેન્દ્રસિંહ શેખાવત, ગીરીરાજ સિંહ, પરસોત્તમ રૂપાલા, અને નરેન્દ્રસિંહ તોમર નેતૃત્વ પૂરું પાડશે. આ ઉપરાંત વધુ એક યાત્રામાં કેન્દ્રિય મંત્રી અર્જુન મુંડા, દર્શના જરદોસ, જયોતિરાદિત્ય સિંધિયા, વી.કે.સિઘ, રાજકુમાર રંજન, દેવુંસિંહ, સ્મૃતિ ઈરાની સહિતના મંત્રીઓ નેતૃત્વ પૂરું પાડશે.
આ પણ વાંચો : શાહ ફરી ગુજરાતમાં: આજે ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવી અનેક સભા સંબોધશે