કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

જામકંડોરણામાં અમિત શાહે કહ્યું, સુરતે ખાતુ ખોલી દીધું ત્રીજી વાર 26 બેઠક પર કમળ ખીલશે

પોરબંદર, 27 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના સ્ટારપ્રચારકો રાજ્યમાં પ્રચાર અર્થે આવી પહોંચ્યા છે. આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં ચૂંટણી સભાઓ ગજવશે. તેઓ જામકંડોરણા,ભરૂચ,ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. વડોદરા શહેરમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કરશે. અમિત શાહ જામકંડોરણા ખાતેની સભામાં પહોંચી ગયાં છે. ગરમી વધુ હોવાથી લોકોને રાહત થાય તે માટે મોદી પંખા આપવામાં આવ્યા છે.

તેજી અને ટકોરો સાનમાં સમજે એ સૌરાષ્ટ્રના લોકો છે
ભારત માતા કી જય સાથે અમિત શાહે સંબોધન શરૂ કર્યું હતું, જામકંડોરણા અને પોરબંદરની જનતાના અવાજને શું થઇ ગયું? મનસુખ માંડવીયા, અર્જુન મોઢવાડીયા, અરવિંદ લાડાણી અને રમેશ ધડુકનું તાળીઓથી સ્વાગત કરો, વિઠ્ઠલભાઈનો વારસો સરકાર અને સહકાર બંનેમાં નિભાવનાર જયેશ રાદડિયા, જીગરના ટુકડા જેવા યુવા મિત્રોને રામ રામ. ગુજરાતીમાં કહેવત છે ‘તેજી અને ટકોરો સાનમાં સમજે એ સૌરાષ્ટ્રના લોકો છે. ખોડલધામ, વીરપુર અને બિલેશ્વર મહાદેવને વંદન કરું છું, મહાત્મા ગાંધીને પ્રણામ કરી મારી વાત શરૂ કરીશ.

કોંગ્રેસ સરકારે રામ મંદિર મુદ્દો ભટકાવ્યો હતો: શાહ
સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હતી, ગાંધીનગરથી ટ્રેન મારફત પાણી આવતું, સૌરાષ્ટ્રને કોંગ્રેસ સરકારે જળ સંકટમાં ધકેલી હતી. મોદી સરકારે નર્મદા મારફત પીવાનું પાણી કચ્છ સુધી પહોચાડ્યું, કોંગ્રેસ સરકારે પોરબંદરની જેલ બંધ કરી હતી, 2001માં નરેન્દ્ર મોદીએ જેલ શરૂ કરી. કાયદો વ્યવસ્થા અહીંયાથી પોરબંદરની હદ શરૂ થાય એવી બોર્ડર હતી.અયોધ્યામાં કોંગ્રેસ સરકાર રામ મંદિર મુદ્દો ભટકાવતા રહ્યા, 70-70 વર્ષ સુધી મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમને રામ મંદિર બનાવી જયશ્રી રામ કરી દીધું, 500 વર્ષ પછી રામલલ્લાના ગૌરવ જેવું મંદિર બનાવ્યું, સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે. કઠોર નિર્ણય કર્યા છે. ગરીબોને અનાજ, શૌચાલય, ઘરનું ઘર, ઉજ્જવલા ગેસ, નલ થી જલ અને 5 લાખ સુધી આરોગ્ય સહાય આપવાનું કામ મોદી સરકરે કર્યું છે.

ગુજરાતમાં ત્રીજી વાર 26 બેઠક પર કમળ ખીલશે
તેમણે ઉમેર્યું હતું કે, મારા મિત્ર વિઠ્ઠલ રાદડિયાને મનથી શ્રધ્ધાંજલી આપું છું, વિઠ્ઠલભાઈ સહકારી ક્ષેત્રે મૂળિયાં પાતાળ સુધી ઊંડા કર્યા છે, સરકારની સામે પણ ખેડૂતોના પ્રશ્નો તેમણે ઉઠાવ્યા છે, અત્યાર સુધી 239 લોકસભા ક્ષેત્ર બાદ આજે જામકંડોરણા આવ્યો છું. બન્ને ચરણમાં રાહુલ બાબાના સૂપડા સાફ થઇ ગયા છે. ઠેર ઠેર મોદી મોદી છે. દેશની જનતાએ નક્કી કર્યું છે, ફરી એક વાર મોદી સરકાર. આપણા મોદી સાહેબના સમર્થનમાં આ વખતે એક ડગલું આગળ વધી મતગણતરી પૂર્વે સુરતે ખાતું ખોલી દીધું છે. ગુજરાતમાં હેટ્રિક સાથે ત્રીજી વાર 26 બેઠક પર કમળ ખીલશે.

દેશના લોકો મોદી સાહેબના કામને યાદ કરશે
તમારો મત સીધો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જવાનો છે, 10 વર્ષમાં મોદી સાહેબે દેશ દુનિયામાં ગુજરાતનું નામ પણ ઉજળું કર્યું છે. એક હજાર વર્ષ કરતા વધુ સમય દેશના લોકો મોદી સાહેબના કામને યાદ કરશે. કાશ્મીર આપણું છે અને કોંગ્રેસ પ્રમુખ કહે છે રાજસ્થાન અને ગુજરાતને કાશ્મીર સાથે શું લેવા દેવા, મારો જામકંડોરણાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ દેવા તૈયાર થઇ જાય એ કોંગ્રેસને ખબર નથી. 370 કલમ કોંગ્રેસ દખતર પાર્ટીની જેમ ખોળામાં રાખતા.

આપણી ઈકોનોમી દુનિયાની ત્રીજા નંબરની ઈકોનોમી બની જશે
મોદી સાહેબે 5 ઓગસ્ટ 2019ના દિવસે 370 કલમ હટાવી દીધી. બિલ લઇ ઉભો થયો તો રાહુલ બાબા ઉભા થયા ને કહ્યું, 370 કલમ ન હટાવતા, લોહીની નદીઓ વહી જશે. આ મોદી સરકાર છે 5 વર્ષમાં કોઈની પથ્થર ચલાવાની હિંમત નથી થઇ. આતંકવાદ અને નક્સલ વાદ ખતમ કરવાનું કામ મોદી સરકારે કર્યું છે. મનમોહન સરકારમાં આલિયા માલીયા જમાલીયા ઘુસી જતા ને હુમલા કરતા, પાકિસ્તાન ભૂલી ગઈ કે વડાપ્રધાન મોદી સાહેબ છે. ગુજરાતનો નરબંકો મોદી વડાપ્રધાન છે એ ભૂલી ગઈ હતી. પાકિસ્તાન સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાન ઘરમાં ઘુસી હુમલો કર્યો, મોદી સાહેબની ગેરંટી છે, આપણી ઈકોનોમી દુનિયાની ત્રીજા નંબરની ઈકોનોમી બની જશે.

આ પણ વાંચોઃભાજપે બિન હરીફ જીતેલી સુરત સીટ ઉપર ફરી ચૂંટણી યોજવા સુપ્રીમ કોર્ટમાં અરજી

Back to top button