ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

બાકીની ચાર બેઠકોને લઈને શાહની બેઠક, આજે લેવાશે અંતિમ નિર્ણય

Text To Speech

ભારતીય જનતા પાર્ટીએ પોતાના 178 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પણ હજુ ચાર સીટોને લઈને ભાજપ કોકળું ગુંચવાયું છે. ત્યારે ભાજપની આ ચાર બેઠકોને લઈને અમિત શાહ ગાંધીનગર પહોચ્યા જ્યાં આ ચાર બેઠકો પરના ઉમેદવારોના નામને લઈને મનોમંથન કરવામાં આવશે. ગાંધીનગરની આ ચાર બેઠકમાં ખેરાલુ, સયાજીગંજ, માણસા,અને ગરબાળા આ બેઠક પર હજુ સુધી ભાજપ દ્વારા કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી.

અમિતશાહ ગાંધીનગર કમલમાં

ભાજપમાં ગાંધીનગરની ચાર બેઠક પર હજુ જાતિવાદનું કોકડું ઉકેલાયુ નથી. જેના કારણે અમિતશાહ ગાંધીનગર કમલમ ખાતે પહોચીં ગયા છે. જ્યાં બે થી ત્રણ કલાક સતત મીટિંગ ચાલશે જે બાદ આજ સાંજ સુધીમાં ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતાઓ છે. ત્યારે 17મી નવેમ્બરે ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે. ત્યારે ઉમેદવારોના નામ આ પહેલા જાહેર થઈ જશે.

આ પણ વાંચો:ચૂંટણી લડવા અંગે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ લીધો મોટો નિર્ણય

ગતરોજને ગૃહમંત્રી અમિતશાહની કમલમ ખાતે બેઠક યોજાઈ હતી જે બાદ 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા પણ હજુ ચાર બેઠક પર વિચારણા ચાલી રહી છે. ત્યારે આજ સાંજ સુધીમાં પણ બાકી ઉમેદવારો જાહેર થઈ જશે.

Back to top button