અમિત શાહે અમરેલીના કાર્યક્રમમાં રાજ્યના ડેરી ઉદ્યોગના કર્યા વખાણ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ અમરેલીમાં પહોંચતા તેમનું દિલીપ સંઘાણી, પુરષોતમ રૂપાલા, સાંસદ કાછડીયા સહિતના નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જે પછી અમિત શાહે અમરેલીની ચલાલા રોડ પર આવેલી અમર ડેરીના સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે અમરેલીએ અનેક સહકારી આગેવાનો આપ્યા છે.
અમરેલીની વિવિધ સહકારી સંસ્થાઓ અને તેમના વધતા પ્રભાવને કારણે સહકારી ક્ષેત્ર અનેક ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાને સંબોધિત પ્રસંગે. https://t.co/lkMomZvbVS
— Amit Shah (@AmitShah) September 11, 2022
અમિત શાહે ગુજરાતની મુલાકાત દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ડેરી ઉદ્યોગ પર તાળા મારી દીધા હતા. જેને નરેન્દ્ર મોદીએ સફળતા અપાવી હતી. ત્યારે બીજી બાજુ અરવિંદ કેજરીવાલ પણ રવિવારે સાંજે અમદવાદ એરપોર્ટ ખાતે આવવાના છે.
આ પણ વાંચો : પાટીલના ગઢમાં કેજરીવાલનો વેપારીઓને મોટો વાયદો !!!
અમરેલીમાં અમિત શાહે સ્વામી વિવેકાનંદ તથા વિનોબા ભાવેને શ્રદ્ધાંજલી અર્પણ પણ કરી હતી. અમિત શાહે કહ્યું કે મેં અત્યારસુધી 7 મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત સમાન્ય સભાને એકસાથે આયોજિત થતી જોઈ નથી. મેં અત્યાર સુધી 591 જિલ્લાની સફર કરી છે. વળી આની સાથે અમિત શાહે દિલિપભાઈને અભિનંદન પણ પાઠવ્યા હતા.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ હતી ત્યારે સૌરાષ્ટ્રની મોટા ભાગની ડેરીઓ પર એ તાળાઓ મારીને જતી રહી હતી. અહીં ઘણી રીતે આર્થિક દ્રષ્ટિકોણથી શોષણ થયા છે. ત્યારપછી નરેન્દ્ર મોદીએ આર્થિક દ્રષ્ટિએ દરેક ડેરીને મદદ કરી અને જિલ્લાઓમાં ડેરી ઉદ્યોગ ધમધમતો કર્યો છે.