ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

અમિત શાહનું ‘મિશન ગુજરાત’ ! કમલમમાં મેરેથોન બેઠક

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કમલમમાં મહત્વની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. વધુમાં ચૂંટણી ઢંઢેરાથી લઈ ચૂંટણીના દરેક મુદ્દાઓ પર ચર્ચા થ્ઇ શકે છે. એટલું જ નહિ બેઠક બાદ આગામી સમયમાં ભાજપના મહામંત્રીઓને જવાબદારીઓ સોંપાઈ શકે છે. સવા કલાકથી વધુ સમયથી બેઠક ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમમાં રોકાયા હતા.

કમલમમાં બંધ બારણે મેરેથોન બેઠક

ભાજપની બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે અક્રમકતાથી લડવા અને કઇ રીતે લોકો સુધી પાહોચી શકાય તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં નેશનલ ગેમ્સના આયોજન અંગે અને આગામી સમયમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે રોડ શો, સભા સહીતના કાર્યક્રમો યોજવા જઇ રહ્યા છે, તે દરમિયાન પક્ષ તરફથી પણ કાર્યક્રમો કરવા માટે આમિત શાહે કાર્યક્રરોને સૂચનો આપ્યા છે અને તેના આગોતરા આયોજન બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી બાબતે ચર્ચા કરી સરકારની સિદ્ધિઓ લોકો વચ્ચે પહોચાડવા વધુ આક્રમકતાથી જવાના સૂચનો જારી કર્યા હતા. જેને લઇને ભાજપ બૂથસ્તરે કાર્યક્રમો કરી લોકો સુધી યોજનાઓનો પ્રચાર કરશે. વધુમાં સરકાર અને સંગઠન વચ્ચે વધુ સંકલન કરવા પણ ટકોર કરવામાં આવી હતી.

ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે ફરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહે 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

Back to top button