ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદી વિશેની કોંગ્રેસ પ્રમુખ ખડગેની ટિપ્પણી પર અમિત શાહનો પ્રહાર, કહ્યું ‘શરમજનક’

  • ચૂંટણી રેલી દરમિયાન ભાષણ આપતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે લગભગ બેહોશ થઈ ગયા હતા

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર: PM મોદી વિશે કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કરેલી ટિપ્પણી શરમજનક હોવાનું અમિત શાહે જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી ‘વડાપ્રધાન મોદીને સત્તા પરથી હટાવ્યા બાદ જ મરવાની’ ટિપ્પણી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગેએ બિનજરૂરી રીતે PMને પોતાના અંગત સ્વાસ્થ્યના મામલામાં ખેંચ્યા છે.  આ ટિપ્પણી દર્શાવે છે કે કોંગ્રેસના લોકોમાં ખૂબ નફરત છે” અમિત શાહે આ ટિપ્પણીને વાંધાજનક અને અપમાનજનક કહી છે.

રવિવારે ચૂંટણી રેલી દરમિયાન ભાષણ આપતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે લગભગ બેહોશ થઈ ગયા હતા. જોકે, થોડા સમય પછી તેમની તબિયતમાં સુધારો થતાં તેમણે કહ્યું હતું કે, PM મોદીને સત્તા પરથી હટતા જોતા પહેલા તેઓ મૃત્યુ પામશે નહીં.

 

તમે 2047માં વિકસિત ભારત જોશો: અમિત શાહ

અમિત શાહે આગળ કહ્યું કે, “PM મોદી મલ્લિકાર્જુન ખડગેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે, હું પન પ્રાર્થના કરું છું અને અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહે. તેઓ ઘણા વર્ષો સુધી જીવે અને 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ જુએ.”

મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું હતું?

આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં એક રેલીમાં મલ્લિકાર્જુન ખડગેની તબિયત અચાનક બગડી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. જો કે, થોડા વિરામ પછી, તેમણે તેમનું ભાષણ ફરી શરૂ કર્યું અને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવામાં નહીં આવે તે પહેલાં તેઓ મૃત્યુ પામશે નહીં. પોતાનું ભાષણ ફરી શરૂ કરતાં ખડગેએ કહ્યું કે, “મારી ઉંમર 83 વર્ષ છે. હું આટલી જલ્દી મરવાનો નથી. જ્યાં સુધી PM મોદી સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી હું જીવીશ.” ખડગેને બાદમાં કઠુઆ જિલ્લા હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા. તેમને સિન્કોપલ એટેક આવ્યો હોવાથી તપાસ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.

આ પણ જૂઓ: હરિયાણામાં ભાજપે પૂર્વ મંત્રી સહિત 8 નેતાઓને કર્યા સસ્પેન્ડ, જાણો કેમ

Back to top button