ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીનો કાંઝાવાલા યુવતી મોત કેસઃ અમિત શાહે માંગ્યો રિપોર્ટ

Text To Speech

દિલ્હીમાં કાંઝાવાલામાં યુવતીના મોત અંગે દિલ્હી પોલીસ પાસેથી કેન્દ્રીય ગૃહમંત્રાલયે રિપોર્ટ મંગાવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી શાલિનીના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી છે. શાલિની સમગ્ર મામલાની તપાસ કરશે અને ગૃહ મંત્રાલયને રિપોર્ટ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સમગ્ર મામલાની જાણકારી આપવામાં આવી છે.

કાંઝાવાલામાં બનેલી ઘટનામાં યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. આ પોસ્ટમોર્ટમ 3 ડૉક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

31 ડિસેમ્બરની મોડી રાત્રે, સ્કૂટી પર સવાર એક યુવતીનો કાર અકસ્માત થયો હતો, ત્યારબાદ, કારના પાછળના ટાયરમાં યુવતી ફસાઈ ગઈ હતી, ન્યૂ યરની ઉજવણીમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલા ચાલક અને તેમાં બેસેલા એક પણ શખ્સને યુવતી કારમાં ફસાઈ ગઈ હોવાનો અંદાજ સુદ્ધા ન આવ્યો અને કારમાં ફસાયેલી યુવતીને 12 કિલોમીટર સુધી ઘસડવામાં આવતા તેનું મોત નિપજ્યું હતું.

ઘટનાના એક દિવસ પછી, લોકોએ દિલ્હીના સુલતાનપુરીમાં વિરોધ કર્યો, આરોપ લગાવ્યો કે પોલીસ બળાત્કારના કેસને અકસ્માત ગણીને તેને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે.

Back to top button