અમિત શાહે ગુજરાત STની 321 બસોને આપી લીલી ઝંડી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. અને આજે રવિવારે ગુજરાત એસટીની 321 જેટલી નવી બસોને લીલી ઝંડી આપશે. બપોરે મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં પણ હાજરી આપવાના છે. સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નારણપુરા જીમનેશિયમ, સ્વિમિંગપુલ, છારોડી તળાવ અને આવાસ યોજના ડ્રો સહિતના વિવિધ લોકાર્પણ કરશે. સાંજે અમદાવાદમાં અમિત શાહ જાહેર સભાને સંબોધશે. ગુજરાત એસટી નિગમ દ્વારા 321 જેટલી નવી બસો લાવવામાં આવી છે. તેને આજે બપોરે 1 વાગ્યે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા લોકો માટે વપરાશમાં મુકવા લીલી ઝંડી આપવામાં આવી હતી. સાબરમતી વિસત પેટ્રોલ પંપ નજીક ખુલ્લા પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
ગુજરાતમાં નવીન બસોનું લોકાર્પણ
અમિત શાહ દ્વારા આજે ગુજરાત રાજ્ય એસટી નિગમની 321 નવીન બસોનું લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાબરમતી વિસત પેટ્રોલ પંપ પાસે આવેલા પ્લોટમાં લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોકાર્પણ કરવામાં આવેલી 321 બસોમાં મીડી બસો, લક્ઝરી કોચ, સ્લીપર બસોનો સમાવેશ થાય છે. આજે લોકાર્પણ કરવામાં આવેલી તમામ બસો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અનવ દક્ષિણ ગુજરાત સહિતના ડિવિઝનોમાં વહેંચણી કરવામાં આવી છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બસોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. લક્ઝરી કોચ અને બીડી બંને બસોની અંદર કેવી મુસાફરોને સુવિધા આપવામાં આવે છે અને બેસવાની યોગ્ય વ્યવસ્થા કેવી છે વગેરે અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી.આજે ગુજરાત એસટી બસોના લોકાર્પણના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી. ગૃહ મંત્રીએ લીલીઝંડી આપ્યા બાદ હાજર રહેલા તમામ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ તેમજ નિગમના કર્મચારીઓને મળ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર, ગીતાબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો, ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો અને નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
સાબરમતી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
કેન્દ્રીય ગૃહ મંત્રીના કાર્યક્રમને લઈ અને સાબરમતી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીસીપી, એસીપી સહિત આશરે 300થી વધુ પોલીસ કર્મીઓ આ બંદોબસ્તમાં હાજર રહેશે.બપોરે એસટી બસોના લોકાર્પણ બાદ બપોરે ગાંધીનગર ભાટ ખાતે અમૂલ ડેરીના એક લેબોરેટરીના ઉદ્ઘાટનમાં તેઓ હાજર રહેશે. ત્યારબાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે બપોરે અઢી વાગે કાર્યક્રમમાં હાજર રહેવાના છે. મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપ્યા બાદ સાંજે 5 વાગ્યે નારણપુરા જીમનેસિયમ અને લાયબ્રેરી વગેરેનું ઉદઘાટન કરશે. ત્યારબાદ સાંજે 5.30 વાગ્યે એસજી હાઇવે પર છારોડી ખાતે બ્યુટીફિકેશન કરવામાં આવેલા છારોડી તળાવનું લોકાર્પણ કરશે. એસજી હાઇવે પર ફન બ્લાસ્ટ નજીક વિવિધ આવાસ યોજનાના ડ્રોનું લોકાર્પણ અને જાહેર સભાને સંબોધવાના છે.
આ પણ વાંચો : શિલ્પા શેટ્ટીએ પુત્ર વિયાનને તેના જન્મદિવસ પર ખાસ રીતે પાઠવી શુભેચ્છા, અભિનેત્રીએ શેર કર્યો એક ફની વીડિયો