અમિત શાહ પરથી મોટી ઘાત ટળી, પ્લેનમાં ટેકનીકલ ખામી સર્જાતા ભાજપમાં દોડધામ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ વિવિધ પક્ષો સભાઓ ગજવી રહ્યાં છે. જેમાં વડાપ્રધાનનો ગુજરાતમાં આજે ત્રીજો દિવસ છે. PM મોદીએ આજે ત્રણ જગ્યાએ સભાઓ કરી છે. ત્યારે અમિત શાહ પણ ગુજરાતમાં સભાઓ અને રેલીઓ કરી રહ્યાં છે. ત્યારે અમિત શાહ પરથી મોટી ઘાત ટળી તેવા સમાચાર મળ્યા છે.
આ પણ વાંચો: દાદીની વાત કહી રાહુલ ગાંધીએ આદિવાસીનો ખરો અર્થ જણાવ્યો, વનવાસી કહેવા પર ભાજપને ઘેરી
ભાજપ ઉમેદવાર શંકરભાઈ ચૌધરીના સમર્થનમાં સભા
ઉલ્લેખનીય છે કે અમિત શાહના પ્લેનમાં ટેકનીકલ ખામીને લીધે ભુજની સભા રદ્દ કરવામાં આવી છે. તેમજ બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદ એરપોર્ટ ઉપર એક કલાકથી ભુજ જવા બેઠા છે. આ બધા સંયોગ છે કે કોઇ દુર્ઘટના ટળી છે તે સમય જણાવશે. તેમજ થરાદ વિધાનસભા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે 12:00 વાગે થરાદના ભાજપ ઉમેદવાર શંકરભાઈ ચૌધરીના સમર્થનમાં સભા યોજવાના છે. જે બાદ ડીસા હવાઈ પિલ્લર ખાતે ડીસા ભાજપ ઉમેદવાર પ્રવીણભાઈ માળીના સમર્થનમાં સભા યોજવાના છે.
આ પણ વાંચો: નવા જૂની થશે! ગાંધીનગર સર્કિટ હાઉસ જવાના બદલે PM મોદીનો કાફલો કમલમ્ પહોંચ્યો
અમિત શાહ બનાસકાંઠામાં બે જગ્યાએ સભા સંબોધશે
બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભાઓમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસને લઈ કેટલાક ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમમી પાર્ટી જીતની આશાએ એડીચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસારમાં લાગી ગઇ છે. જેમા આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠામાં બે જગ્યાએ સભા સંબોધવાના છે. થરાદ વિધાનસભા વિસ્તારમાં ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે બાર વાગ્યે થરાદના ભાજપ ઉમેદવાર શંકરભાઈ ચૌધરીના સમર્થનમાં સભા સંબોધવાના છે. ત્યારબાદ ડીસામાં ભાજપ ઉમેદવાર પ્રવીણભાઈ માળીના સમર્થનમાં હવાઈ પિલર ખાતે સભા સંબોધવાના છે.
ત્રિપાંખીયા જંગમાં કોણ કોના ઉપર ભારી
સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાની નજર થરાદ વિધાનસભા સીટ પર છે. જેમાં ત્રિપાંખીયા જંગમાં કોણ કોના ઉપર ભારી પડે છે તે આવનારો સમય જ બતાવશે. થરાદ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓ જીતની આશાએ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે.