મ્યાનમારથી ઘૂસણખોરો હવે ભારતમાં પ્રવેશી શકશે નહીં! કેન્દ્ર સરકાર સરહદ પર વાડ લગાવશે
ગુવાહાટી (આસામ), 20 જાન્યુઆરી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે મોદી સરકાર ટૂંક સમયમાં મ્યાનમાર સરહદને સુરક્ષિત કરશે, આ માટે સરહદ પર ફેન્સિંગ લગાવવામાં આવશે. આસામમાં પોલીસ કમાન્ડોની પાસિંગ આઉટ પરેડમાં ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે મ્યાનમાર સાથેની ભારતની સરહદને ફેન્સીંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. એ પણ કહ્યું કે ભારત સરકાર મ્યાનમાર સાથેના મુક્ત મુવમેન્ટ એગ્રિમેન્ટ પર પુનર્વિચાર કરી રહી છે. હવે ભારત સરકાર અવર-જવરની સુવિધા બંધ કરવા જઈ રહી છે.
#WATCH | Guwahati: Union Home Minister Amit Shah attends passing out parade ceremony of Assam Police Commandos
He says, “…Infiltration issue that is going on since 10 decades, Bangladesh Liberation War of 1971…drug smuggling, Assam has always been affected by these issues… pic.twitter.com/FQbMiJXcRE
— ANI (@ANI) January 20, 2024
તેમણે કહ્યું કે મે 2021થી આસામ પોલીસે લગભગ 13560 ડ્રગ સ્મગલરની ધરપકડ કરી છે. NDPS એક્ટ હેઠળ 8100થી વધુ કેસ નોંધાયા છે. મોટી સંખ્યામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અમે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે અમે આસામના એક લાખ યુવાનોને ભ્રષ્ટાચાર વિના નોકરી આપીશું અને હિમંતા સરકારે આ વચન પૂરું કર્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસની સરકારમાં આસામના યુવાનોને નોકરી માટે પૈસા ચૂકવવા પડતા હતા. પરંતુ અમારી સરકારમાં જે નોકરીઓ આપવામાં આવી છે. તેમાં ક્યાંય એક રૂપિયો પણ ભ્રષ્ટાચાર નથી. તેમને ઘરે બેસીને એપોઈન્ટમેન્ટ આપવામાં આવી છે.
#WATCH | Guwahati: Union Home Minister Amit Shah attends passing out parade ceremony of Assam Police Commandos. pic.twitter.com/FX9CztjSGC
— ANI (@ANI) January 20, 2024
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આસામ પોલીસ કમાન્ડોના પાસિંગ આઉટ પરેડ સમારોહમાં હાજરી આપી હતી. જેમાં તેમણે મ્યાનમારમાં ફેન્સિંગ લગાવવાની વાત કરી હતી. રાહુલ ગાંધી પર નિશાન સાધતા ગૃહમંત્રીએ કહ્યું કે તેમણે તાજેતરમાં ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. આજે જ્યારે મેં અહીં આ વિશે પૂછ્યું ત્યારે મને કહેવામાં આવ્યું કે કોંગ્રેસે તેના શાસનમાં જે લોકો સાથે અન્યાય કર્યો હતો તે લોકો આ યાત્રાનો વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો: આસામના CMએ રાહુલ ગાંધીને ‘હિંદુ વિરોધી’ ગણાવ્યા, પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી