ગુજરાત

ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક પર અમિત ચાવડાનું નિવેદન, “સરકારને ઉમેદવારની વેદના 27 વર્ષે સમજાઈ”

Text To Speech

આજે વિધાનસભામાં સરકારે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 રજૂ કર્યું હતું. જેને લઈને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ કહ્યુ કે “પેપર ફૂટ્યા બાદ ઉમેદવાર અને તેના પરિવારની વેદના સરકારને 27 વર્ષે સમજાઈ”.

જાહેર પરીક્ષા વિધેયકને લઈને અમિત ચાવડાનું નિવેદન

આજે વિધાનસભામાં બોર્ડ, યુનિવર્સીટી અને સ્પર્ધાત્મક પરિક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક રજૂ કરાયું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિધેયેક રજૂ કર્યુ હતુ. ત્યારે આ વિધેયેક અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યુ હતુ કે , “દેર આયે દુરસ્ત આયે” પેપર ફૂટ્યા બાદ ઉમેદવાર અને તેના પરિવારની વેદના સરકારને 27 વર્ષે સમજાઈ છે. આ માત્ર પેપર નથી ફૂટતા પરુતુ લોકોના સપના, આશા, અપેક્ષા અને માણસો ફૂટે છે. વધુમાં તેમણે કહ્યું કે આ વિધેયક માત્ર કાયદો બનીને ન રહી જાય તે માટે તેનો કડક અમલ થવો જરુરી છે. આમ કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં આ વિધેયેકને સમર્થન આપવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભા-humdekhengenews

પેપર ફૂટવાને લઈને સરકાર પર કર્યા પ્રહાર

વધુમાં તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પેપર એક બે વાર ફૂટે તો તેને ભૂલ કહેવાય, પરંતુ 2014થી ચાલતી ડબલ એન્જીન સરકારમાં 12 કરતા પણ વધુ પેપર ફૂટ્યા છે. જે ગતિથી ભાજપ સરકારને બહુમતી મળી છે. તે જ ગતિથી પેપર ફૂટ્યા છે. આમ સરકારે પેપર ફૂટવાની ઘટનાઓને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચો : ભાવનગર: લગ્નનાં માંડવે દુલ્હનનું મોત, જાન પાછી ના જાય તે માટે પરિવારે કર્યું કંઈક આવું

Back to top button