વિધાનસભામાં અમિત ચાવડાએ કોંગ્રેસ પક્ષનો પદભાર સંભાળ્યો, જાણો કોણ રહ્યું ગેરહાજર
કોંગ્રેસ પક્ષના નેતા તરીકે આજરોજ અમિત ચાવડાએ આજે સત્તાવાર ચાર્જ સંભાળ્યો જ્યારે શૈલેષ પરમારે ઉપનેતા તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ગત વિધાનસભા ચુંટણીમાં કર્મી હાર થયા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓનું મનોબળ જાણે તૂટી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી અને કોંગ્રેસ પોતાના વિપક્ષ નેતા કોણ હશે તે પણ નક્કી કરી શકી ન હતી.
આ પણ વાંચો : જાસૂસી કાંડ ના કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી એક જ ટેબલ પર, કોની દયા ?
વિધાનસભા ના પત્ર બાદ કોંગ્રેસ આલાકમાન દ્વારા અમિત ચાવડા અને શૈલેષ પરમાર ને અનુક્રમે નેતા વિપક્ષ અને ઉપનેતા વિપક્ષ ની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારે આજરોજ અમિત ચાવડા અને શૈલેષ પરમારે ચાર્જ સાંભડયો હતો જેમાં 17 ધારાસભ્યોમાંથી 4 ગેરહાજર રહ્યા હતા.
ગેરહાજર રહેલા ધારાસભ્યોમાં જીગ્નેશ મેવાણી, અનંત પટેલ, વિમલ ચુડાસમા અને અરવિંદ લાખાણી એ બંને નેતાઓને ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી અને અંગત કારણોસર આવી શક્ય ન હતા.