અમિત ચાવડાના સરકાર પર પ્રહાર :’મહાઠગ કિરણ પટેલની ચર્ચા ન થાય તે માટે કરી કાર્યવાહી’
ગુજરાતના મહાઠગ કિરણ પટેલને લઈને હાલ રાજકારણ ખૂબ ગરમાયું છે. ગઈ કાલે કોંગ્રેસે વિધાનસભા બહાર કિરણ પટેલને લઈને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતુ તે બદલ તેમની પર કાર્યવાહી કરવામાં આવી હતી. અને કોંગ્રેસ પક્ષના તમામ સભ્યોને પૂરા સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપો કર્યા છે.
અમિત ચાવડાના સરકાર પર આક્ષેપ
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે ગૃહમાં કિરણ પટેલના કાંડ બાબતે ચર્ચા થાય ન થાય તે માટે કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. તેમજ તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે કિરણ પટેલને ક્યાંક ને ક્યાંક CMO અને PMO ના છુપા આશીર્વાદ છે.મહાઠગ કિરણ પટેલ કમલમથી કાશ્મીર પહોંચ્યો હશે. અને ત્યા તેઓ ઝેડ પ્લસની સુરક્ષા લઈને ફર્યા અનેક સુરક્ષાના સંવેદનશીલ વિસ્તારોમાં ફરીને અનેક લોકોને સૂચનાઓ આપી અને CMOના આશીર્વાદ થી G 20 માટેની અધિકારીઓની મીટીંગ બોલાવે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પર રોફ જમાવવાનો આદેશો આપે છે.ડબલ એન્જીન સરકારમાં મહાઠગ કિરણ પટેલ વહીવટદાર હોય એવું આખી દુનિયાએ જે જોયું અને આ કારણે ગુજરાતની છબી ખરાબ થાય છે.
સરકાર આ મામલે ચર્ચા કરવા માંગતી નથી
તેઓએ વધુમાં જણાવ્યું કે ગઈ કાલે કોંગ્રેસ પક્ષ ગૃહમાં કિરણ પટેલના મુદ્દાની ચર્ચા કરવા માટે દરખાસ્ત કરવાના હતા. અને આ અંગે મુખ્ય પ્રધાન પાસે જવાબ માંગવાના હતા, પરંતુ સરકાર આ ચર્ચામાંથી ભાગવા માંગે છે. જેના કારણે તેઓએ આ કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : મહેસાણામાં 5 વર્ષ જૂના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 12 લોકોની સજા માફ