“ચૂંટણીમાં OBC સમાજને ઓછી ટિકિટ અપાઈ”, હાઈ કમાન્ડને ચાવડાની રજૂઆત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે OBC સમાજને યોગ્ય ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. જી હાં, ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આ માટે હાઈ કમાન્ડને મેઈલ કર્યો છે. અમિત ચાવડાએ મેઈલ કરી રજૂઆત કરી છે કે, વિધાનસભાની ચૂંટણી માટે OBC સમાજને ટિકિટમાં યોગ્ય પ્રભુત્વ અપાયું નથી.
રાજ્યમાં વસતીના આધારે OBC સમાજને ટિકિટ આપવાની અમિત ચાવડાએ હાઈ કમાન્ડ સમક્ષ રજૂઆત કરી છે. ચાવડાએ મેઈલમાં લખ્યું છે કે- 104 બેઠકની જાહેરાતમાં OBC સમાજને ઓછી ટિકિટ અપાઈ છે. 51 ટકા વસતી મુજબ OBC સમાજને વધુ ટિકિટ આપવામાં આવે . અમિત ચાવડાએ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને પણ મેઈલથી આ બાબતે રજૂઆત કરી છે.
મહત્વનું છે કે, રાજ્યમાં સવર્ણ સમાજની વસતી મહત્તમ 20 ટકા છે. OBC સમાજમાં 146 જ્ઞાતિના જીતી શકે તેવા સક્ષમ ઉમેદવારોની ટિકિટ આપવાની માગ કરી છે. ત્યારે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં અમિત ચાવડાના મેઈલની મોટી અસર પડી શકે છે.