અમીરગઢ પોલીસે રાજસ્થાનથી આવતું દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું, 8.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમીરગઢઃ ગુજરાતના છેવાડાના વિસ્તારમાં આવેલી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસ ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવતા કન્ટેનરને ચેક કરતા 40 પેટી દારૂ મળી આવ્યો હતો. જેમાં 480 બોટલ એટલે કે 3 લાખ 12 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. ત્યારે પોલીસે એક ઈસમની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતની છેડે આવેલી અમીરગઢ ચેક પોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા દરેક વાહનોનું રૂટિન ચેકિંગ કરવામાં આવે છે. ત્યારે ચેકિંગ દરમિયાન કર્મચારીઓએ ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન તરફથી આવતા HR 55 AK 1355 નંબરના કન્ટેનરને ચેટિંગ કરતા અમીરગઢ પોલીસે 40 પેટી જેટલો દારૂ અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. જેમા કુલ 480 જેટલી દારૂની બોટલો જેની કિંમત 3 લાખ 12 હજાર સહિત કુલ 8 આઠ લાખ 17 હજારનો મુદ્દામાલ અમીરગઢ પોલીસે કબજે લઇ એક ઇસમને ઝડપી પાડયો છે. અમીરગઢ પોલસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.