બિપોરજોય વાવાઝોડાની દહેશત વચ્ચે કચ્છમાં ભૂકંપના આચંકા,લોકોમાં ભયનો માહોલ
ભૂકંપ : ગુજરાત રાજય પર જાણે સંકટના વાદળો ઘેરાયા હોય તેવું લાગી રહ્યું છે.બિપોરજોયની દહેશત વચ્ચે જયારે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં રેડએલર્ટ આપવામાં આવ્યું છે.ત્યારે કચ્છમાં હવે ભૂકંપના આચંકા અનુભવાયા છે. કચ્છમાં સાંજે 5:05એ ભૂકંપના આચંકા અનુભવાયા છે.
લોકોમાં ભયનો માહોલ સર્જાયો
જયારે એક તરફ વાવાઝોડાની તૈયારી, બીજી તરફ ભારે વરસાદના એંધાણ અને તેના વચ્ચે ભૂકંપનો આંચકો લાગ્યો છે.આ ભૂકંપની તીવ્રતા 3.5 ની નોંધાય છે. જેમાં સાંજે 5.05 કલાકે આંચકો નોંધાયો છે.
આ ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 5 કિમી દુર
સાંજે 5:05 આવેલા આ ભૂકંપનું કેન્દ્રએ કચ્છના ભચાઉથી 5 કિલોમીટર દુર હોવાનું નોધાયું છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાના સંકટ અને ભૂકંપના આચંકા વચ્ચે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
નુકસાનના નથી કોઈ સમાચાર
આ ભૂકંપ અને બિપોર જોય વાવાઝોડું વચ્ચે આવેલા ભૂકંપના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી
આ પણ વાંચો : Biporjoy cyclone: દ્વારકા મંદિરના કપાટ થયા ભક્તો માટે બંધ