રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો ઉંચો જતા લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આપવામા આવ્યા છે. હવામાન વિભાગે કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરી છે.
રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના લોકોને આજથી કાળઝાળ ગરમીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ગરમીનું પ્રમાણ ઘટશે.
27મી મે સુધી હવામાન સૂકું રહેવાની શક્યતા
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આજથી 27મી મે સુધીનું હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવનાઓ છે.અને વરસાદ થવાની સંભાવના નહીવત છે.25મી મે સુધી રાજ્યના તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી. તે પછી તે પછી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગ દ્વારા મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આમ હવામાન વિભાગ દ્વારા ગરમીથી રાહત મળવાના સંકેત આપવામાં આવ્યા છે.
મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા
આવતી કાલે અમદાવાદ, સુરેન્દ્રનગર, ડીસા, ગાંધીનગર , વડોદરા અને વલ્લભ વિદ્યાનગર સૌથી ગરમ રહ્યા હતા. આ તમામ શહેરોમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે આજે રાજ્યના લોકોને ગરમીથી થોડી રાહત મળશે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. જોકે, ગરમીમાં ઘટાડો થવાથી જે પશ્ચિમો પવનો ભેજ લઈને આવે છે તેમાં વધારો થશે. જેથી ભેજના કારણે ગરમી ઘટશે પરંતુ બફારો અને અકળામણમાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચો : એક સાથે 4 ગાડીઓનો અકસ્માત : પોલીસ લખેલી 3 ગાડીઓ અકસ્માતનો ભોગ બની