વિગ્નેશ સાથે ડિવોર્સના સમાચારની વચ્ચે નયનતારાએ શેર કરી ક્રિપ્ટિક નોટ, કોઈએ ગણાવ્યો સ્ટંટ!
- એવું પણ કહેવાયું હતું કે નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. જોકે આ સમાચાર ખોટા નીકળ્યા. હવે ડિવોર્સની અફવાઓ વચ્ચે નયનતારાએ એક પોસ્ટ શેર કરી છે, જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.
શાહરૂખખાનની ફિલ્મ જવાનની અભિનેત્રી નયનતારા સાઉથની જાણીતી અભિનેત્રી છે. નયનતારા પ્રોફેશનલ લાઈફની સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચાઓમાં રહે છે. થોડા દિવસ પહેલા નયનતારાને લઈને ફેન્સ શોકમાં આવી ગયા હતા. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર નયનતારાના ડિવોર્સના સમાચાર આવ્યા હતા. એવું પણ કહેવાયું હતું કે નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. જોકે આ સમાચાર ખોટા નીકળ્યા. હવે ડિવોર્સની અફવાઓ વચ્ચે નયનતારાએ એક પોસ્ટ શેર કરી છે, જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.
નયનતારાએ શેર કરી ક્રિપ્ટક નોટ
સાઉથની ફેમસ અભિનેત્રી નયનતારા પોતાના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. 39 વર્ષની અભિનેત્રી નયનતારાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ક્રિપ્ટિક નોટ શેર કરી છે. નયનતારાએ લખ્યું છે, Ummm…I’m lost!આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ફેન્સના મગજની લાઈટ ફરી વખત થઈ રહી છે. અભિનેત્રીની એક પોસ્ટે ફેન્સને પરેશાન કરી દીધા છે. તેની પર કોમેન્ટ કરતા એક યૂઝરે લખ્યું છે, પ્લીઝ મને હાર્ટ એટેક ન આપશો, તમે ઠીક તો છો ને?. એક વ્યક્તિએ લખ્યું છે ક્યાંક આ પીઆર સ્ટંટ તો નથી ને?
In her latest Instagram story, #Nayanthara shared a cryptic message. It seems like she's going through a rough patch. 🙄
But many people believe it's just another marketing gimmick. pic.twitter.com/AIZADOO6Aq
— George 🍿🎥 (@georgeviews) March 7, 2024
આ રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી
નયનતારા અને વિગ્નેશ શિવનની લવસ્ટોરીની વાત કરીએ તો તેમની સાથે પહેલી મુલાકાત વર્ષ 2015 નાનુમ રાઉડીના સેટ પર થઈ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. લગભગ 6 વર્ષ સુધી એકબીજા સાથે ડેટ કર્યા બાદ તેમણે પોતાના સંબંધોને આગળ વધારવાનું નક્કી કર્યું અને 2021માં સગાઈ કરી. ત્યારબાદ બંનેએ વર્ષ 2022માં કપલે ખૂબ ધૂમધામથી લગ્ન કર્યા. હવે બંને જુડવા બાળકોના માતા-પિતા છે.
આ પણ વાંચોઃ આલિયા ભટ્ટે વુમન્સ ડે પર એવી શું પોસ્ટ કરી કે ટ્રોલ થવું પડ્યું?