ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ગરમી વચ્ચે જાણો કયા શહેરોમાં છે ભારે પવન સાથે વરસાદની આગાહી

Text To Speech
  • રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે
  • વહિવટી તંત્રને સતર્ક રહેવા સુચના આપવામાં આવી
  • વીજળી પડવાને કારણે રાજ્યમાં 2 લોકોના મૃત્યુ નોંધાયા

ગુજરાતમાં ગરમી વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વહિવટી તંત્રને સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે. ગઇકાલ સાંજે રાજ્યના વાતાવરણમાં પલટો આવતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી

અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા આણંદ, ભરૂચ, સુરત અને નવસારી, વલસાડ,દાહોદમાં વરસાદની આગાહી છે. આજે મોટાભાગના શહેરોમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં 60 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે તમામ વહિવટી તંત્રને સતર્ક રહેવા સુચના આપવામાં આવી રહી છે.

રાજ્યમા વરસાદના પગલે રાજ્ય સરકાર સતર્ક થઇ

કમોસમી વરસાદમાં થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા તાકીદ કરાઈ છે તો અનેક જગ્યાએ વિજળી ગૂલ થઇ હતી. રાજ્યમા વરસાદના પગલે રાજ્ય સરકાર સતર્ક થઇ છે. ગુજરાતના મુખ્યમંત્રીએ માવઠા અંગે સમિક્ષા કરી અને કાર્યકારી મુખ્ય સચિવ સાથે વીડિઓ કોંફરન્સના માધ્યમથી કમોસમી વરસાદ અંગે માહિતી મેળવી હતી. આ સાથે તમામ વહિવટ તંત્રને સૂચના આપવામાં આવી છે.

વીજળી પડવાને કારણે રાજ્યમાં 2 લોકોના મૃત્યુ નોંધાયા

વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં 2 લોકોના મૃત્યુ નોંધાયા છે. પવનને કારણે 249 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી, તે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાની ન થાય અને માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા પણ કાર્યકારી મુખ્ય સચિવને સુચના આપી છે.

Back to top button