કડકડતી ઠંડી વચ્ચે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી, કરોડો રુપિયાના નુકશાનની ભિતી
રાજ્યમાં એક તરફ કાતિલ ઠંડી પડી રહી છે. તો બીજી તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેથી ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બદલાયેલા વાતાવરણના કારણે રવિ પાકને નુકશાન થવાની ભિતી ખેડૂતોને સતાવી રહી છે.
ખેડૂતોમમાં ચિંતાનો માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અને હજુ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે્. ત્યારે આ કમોસમી વરસાદના કારણે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. હાલ અનેક ખેડૂતોએ રવિ સિઝનની ખેતી કરી છે. ત્યારે કમોસમી વરસાદ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે તેવી શક્યતાઓને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
કમોસમી વરસાદને કારણે લાખો રુપિયાનું નુકશાન
ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ ઈટોનો વેપાર કરતા વેપારીઓને પણ આ વરસાદને કારણે ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ઈટોના ભઠ્ઠા પર વરસાદ પડતા વેપારીઓને લાખો રુપિયાનું નુકશાન પહોચ્યું છે. તો બીજી તરફ હાલ લગ્નની સીઝન હોવાથી લગ્નમાં વરસાદ વિલન બન્યો છે.
ખેડૂતોની હાલત બની કફોડી
કમોસમી વરસાદને કારણે જગતના તાતની હાલત હાલ કફોડી બની ગઈ છે. ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને વાવેતર કર્યું છે. અને રવિ પાક માટે ખાતર પાણી અને દવાઓ પાછળ પણ અનેક ઘણો ખર્ચો કર્યો છે. ત્યારે હવે કમોસમી માવઠાને કારણે ખેડૂતોને પડતા પર પાટુ માર્યું છે. હાલ આ માવઠાની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે. કમોસમી વરસાદના કારણે દિવેલા, ઘઉં, રાયડો, વરિયાળી વગેરે જેવા અનેક પાકોને નુકશાન થઈ શકે છે.
આ પણ વાંચો : ‘પઠાણ’ ફિલ્મની રેકોર્ડતોડ કમાણી : ચોથા દિવસે બોક્સ ઓફિસ પર ‘પઠાણ’નો જલવો યથાવત