ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હોળીની ઉજવણી વચ્ચે કોંગ્રેસની છઠ્ઠી યાદી આવી સામે, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Text To Speech

નવી દિલ્હી, 25 માર્ચ : કોંગ્રેસે સોમવારે (25 માર્ચ, 2024) લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી. હોળીના દિવસે આવેલી આ યાદીમાં કુલ પાંચ નામ છે, જેમાંથી ચાર રાજસ્થાનના છે, જ્યારે એક તમિલનાડુનું છે.

ઉમેદવારનું નામ સીટનું નામ
1- રામચંદ્ર ચૌધરી અજમેર (રાજસ્થાન)
2- સુદર્શન રાવત રાજસમંદ (રાજસ્થાન)
3- ડો.દામોદર ગુર્જર ભીલવાડા (રાજસ્થાન)
4- પ્રહલાદ ગુંજલ કોટા (રાજસ્થાન)
5- એડવોકેટ સી રોબર્ટ બ્રુસ તિરુનેલવેલી (તામિલનાડુ)

અત્યાર સુધીમાં 192 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે
આ પહેલા શનિવારે કોંગ્રેસની ચોથી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં 45 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસે રાજસ્થાનની નાગૌર બેઠક રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) માટે છોડી દીધી છે. અગાઉ 21 માર્ચે કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી, જેમાં 57 નામ સામેલ હતા. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 અને બીજી યાદીમાં 43 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસની પાંચમી યાદીમાં માત્ર ત્રણ નામ હતા

19 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન થશે
543 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 4 જૂને મતગણતરી થશે.

PM નરેન્દ્ર મોદી સામે કાશીમાંથી કોને મળી ટિકિટ?

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદીમાં યુપીના નવ ઉમેદવારોના નામ હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય ફરી વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે, જ્યારે રાષ્ટ્રીય પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહ દેવરિયાથી ચૂંટણી લડશે, વરિષ્ઠ નેતા પી.એલ. પુનિયાના પુત્ર તનુજ પુનિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Back to top button