ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં કુતરા કરડવાના બનાવો વચ્ચે પાલિકાએ ટી.ટી ના ઇન્જેક્શન માટે હાથ અધ્ધર કર્યા

Text To Speech

સુરત શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ દિવસેને દિવસે ખુબ વધી રહ્યો છે. લોકો રખડતા કુતરાના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રખડતા કુતરા નાના બાળકોને પણ નિશાને લઈ રહ્યા છે. જેના કારણે શહેરીજનો બાળકોને ઘરની બહાર મોકલતા પણ ડરી રહ્યા છે. ત્યારે બીજી તરફ પાલિકાના કેટલાક આરોગ્ય કેન્દ્રમાં ઇન્જેકશનની અછત સર્જાઈ છે.

લિંબાયત હેલ્થ સેન્ટરમાં ઈન્જેકશનની અછત

સુરત પાલિકાના લિંબાયત હેલ્થ સેન્ટરમાં કુતરા કરડ્યા બાદ ટી ટી અને અન્ય ઈન્જેકશન નહી મળતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. લિંબાયત હેલ્થ સેન્ટરમાં ઈન્જેક્શનોની અછત સર્જાતા દર્દીઓ બહારથી ઇન્જેક્શન લેવા મજબુર બન્યા છે. જાણકારી મુજબ લિંબાયત હેલ્થ સેન્ટરમાં દર્દીઓને બહારથી ઇન્જેક્શન માટે પ્રિસ્ક્રીપ્શન લખી આપવામા આવે છે. લિંબાયત હેલ્થ સેન્ટરમાં કુતરા કરડ્યા બાદ ટી ટી અને અન્ય ઈન્જેકશન નહી મળતા લોકોએ પૈસા ખર્ચીને બહારથી ઈન્જેકશન લેવા મજબુર બન્યા છે.

શ્વાનનો આતંક-humdekhengenews

દર્દીઓ પૈસા ખર્ચી બહારથી ઇન્જેક્શન લેવા મજબુર

સુરત પાલિકાના લીંબાયત હેલ્થ સેન્ટરમાં ડોગ બાઈટના કેસમાં મહત્વના ગણાતા ટીટી ના ઇન્જેક્શનની અછત સર્જાતા કુતરા કરડવાના કેસમાં દર્દીઓને ઇન્જકેશન માટે આમતેમ ધક્કા ખાવા પડી રહ્યા છે. આજે પાલિકાના લિંબાયત હેલ્થ સેન્ટર પર કુતરા કરડવાના કેસના બે દર્દી આવ્યા હતા. આ બંન્ને દર્દીઓને મેડિકલ ઓફિસરે પ્રિસ્ક્રીપ્શન લખી ટી ટી ઈન્જેક્શન તથા કુતરા કરડ્યા બાદની સારવારના ઈન્જેક્શન બહારથી લાવવા કહ્યું હતું. જેથી આ દર્દીઓ પૈસા ખર્ચીને બહારના મેડિલ સ્ટોરમાંથી ટીટી ના ઈન્જેકશન લાવવા મજબુર બન્યા હતા. આ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય છે. અને પાલિકાના હેલ્થ સેન્ટરમાં દર્દીને ઇન્જેક્શન માટે પ્રિસ્ક્રીપ્શન લખી ઈન્જેક્શન બહારથી મંગાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : કોરોના ફરી વકર્યો, મહેસાણામાં કોરોનાગ્રસ્ત 3 વર્ષીય બાળકનું નિપજ્યુ મોત

Back to top button